મોરબી હળવદ રોડ ઉપર પર આવેલા ઉચી માંડલ અને નીચી માંડલ ગામ વચ્ચેના રસ્તા માં શીવ પેટ્રોલ પંપ સામે રોડ માતેલા સાંઢની જેમ આવેલ એક ટ્રકે બાઇકને સવાર પિતા પુત્રીને ઠોકર મારી હતી.ઘટનામાં હડફેટે લેતા બાઈક સવાર પિતાને ઈજા પહોંચી હતી જ્યારે તેની નજર સામે બાઈક પર પાછળ બેસલ માસુમ બાળકીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
બનાવની મળતી માહિતી મુજબ વાંકાનેર ભાટીયા સોસાયટી ત્રીલોક ધામ પાસે જલારામ નગરમાં રહેતા હસમુખભાઇ કાંતિલાલ કાથરાણી નામના 48 વર્ષીય પ્રોઢ તેની પુત્રી સાથે ગત તા. 26 ના રોજ તેનું બાઈક લઈને પસાર થતા હતા તે દરમિયાન હળવદ મોરબી હાઇવે રોડ નીચી ઉચી માંડલ ગામની વચ્ચે શિવ પેટ્રોલ પંપ સામે -MH-40-CD-9892 નંબરનો ટ્રક પુરઝડપે ધસી આવ્યો હતો અને GJ-36- H-9758 નંબરનું બાઈક લઇને જતાં હસમુખભાઇ અને તેની પુત્રી ધ્વનિને હડફેટે લીધા હતા
બનાવમાં હસમુખ ભાઈને શરીરે મુઢ ઇજા તથા દિકરી ધ્વનીને માથાના ભાગે ગંભીર ઇજા પહોચાડી સ્થળ ઉપર મોત નીપજ્યું હતી. બનાવ બાદ ટ્રક ચાલક ટ્રક ટ્રઇલર સ્થળ પર મુકી ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે ભોગ બનનાર હસમુખભાઈએ આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -297,337,304(અ) તથા એમ.વી.એક્ટ કલમ -177,184,134 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

