મોરબી જિલ્લામાં સરકારી જમીન પર ગેર કાયદેસર કબજો કરવાની ઘટના સતત વધી રહી છે ત્યારે આ સરકારી જમીન પરત મેળવવા તંત્ર એક્શન મોડમાં આવ્યું હોય તેમ ટંકારામાં સરકારી જમીન પર ગેરકાયદેસર કબજો જમાવનાર પર કડક કાર્યવાહી કરી છે અને ટંકારામાં અલગ અગલ બે સ્થળે સરકારી જમીન પર ગેરકાયદેસર કબજો જમાવી લેતા ટંંકારાના તલાટીએ બંને સ્થળે સરકારી જમીન પર દબાણ માટે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ પોલીસ ફરીયાદ નોંધાવી છે
ટંકારામાં રહતા ઘાંચી આમદ નુરાભાઈ માડકીયા નામના શખ્સે ટંકારા ગ્રામ પંચાયતની હદમાં મામલતદાર કચેરી પાસે પાણી નિકાલ ના વહેણ ઉપર ગેરકાયદેસર પાકુ બાંધકામ ખડકી સરકારી જમીન મા છેલ્લા ઘણા સમયથી કબજો જમાવ્યો હતો. ઉપરાંત, આમદ નુરાએ સરકારી સિવિલ હોસ્પિટલના પછવાડે મડદાઘર ની આગળના ભાગે આવેલી ગ્રામ પંચાયત હસ્તક ની સરકારી જમીન મા પણ ગેરકાયદેસર કબજો જમાવ્યો હતો. ગ્રામ પંચાયતની સરકારી મિલકત ઉપર શરૂઆતે પગ પેસારો કરી બાદમા પોતાની માલિકી હોય એમ બાંધકામ ખડકી કબજો જમાવી પોતાની માલિકી હોય એમ પગદંડો જમાવ્યો હતો.આ શખ્સ અવાર નવાર સરકારી જમીન પર ગેર કાયદે કબજો જમાવતા હોવાની ફરિયાદ ઉઠતા આ અંગે જિલ્લા કલેકટર સુધી ફરિયાદ પહોચી જે અંતર્ગત જે બાદ ઉચ્ચ કક્ષાએ થી મળેલી મંજુરી બાદ તલાટી મંત્રી દિલીપ પાલરીયા ટંકારા પોલીસમા લેન્ડ ગ્રેબિંગ હેઠળ પોલીસ ફરીયાદ નોંધાવી હતી. બનાવની ગંભીરતા પારખી પોલીસે જમીન હડપ કરનારા ઈસમ વિરૂધ્ધ ગુુજરાત જમીન પચાવી પાડવા ઉપર પ્રતિબંધ અધિનિયમ ૨૦૨૦ હેઠળ ગુન્હો નોંધી આગળ ની વધુ તપાસ ડીવાયએસપી પ્રતિપાલસિંહ ઝાલા એ હાથ ધરી છે

