દેશમાં વિદેશી સંસ્કૃતિના આંધળા અનુકરણ થઇ રહ્યું છે ત્યારે મોરબીની વિવિધ શાળાઓમાં ફરી એકવાર ભારતીય સંસ્કૃતિના સિંચન માટે પ્રયાસ થઇ રહ્યા છે અને તેના ભાગરૂપે આજે મોરબીની સાર્થક વિધા મંદિરમાં 25 ડીસેમ્બરના રોજ નાતાલ નહી પણ તુલસી દિવસની ઉજવણી કરવાની પરંપરા શરુ કરી છે અઆ પરંપરાના ભાગરૂપે આજે સાર્થક વિધા મંદિરમાં તુલસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

મોરબીમાં છાત્રોને તેમજ વાલીઓને શાળા પરિવાર દ્વારા તુલસીનું મહત્વ સમજાવ્યું હતું તેમજ તુલસી રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે સાથે હાજર વાલીઓને તુલસીનું રોપણ કરી તેનું જતન કરવા અને સન્માન જાળવવાના સંકલ્પ લેવડાવ્યા હતા. સાથે સાથે શાળામાં વિધાર્થીઓ માટે તુલસી સેલ્ફી પોઈન્ટ રાખવામાં આવ્યો હતો
આ ઉપરાંત શાળામાં અભ્યાસ કરતા છાત્રોનો ડીસેમ્બરમાં જન્મ દિવસ હોય તેવા છાત્રોના હસ્તે વૈદિક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના છાત્રો અને તેના માતા પિતા મોટી સંખ્યામાં જોડાયા હતા

