HomeGujaratમોરબીમાં કન્સ્ટ્રકશન સાઈટમાં ત્રીજા માળેથી સળીયો માથે પડતા સગીરનું મોત,બાળ મજુર હતો...

મોરબીમાં કન્સ્ટ્રકશન સાઈટમાં ત્રીજા માળેથી સળીયો માથે પડતા સગીરનું મોત,બાળ મજુર હતો કે શું તપાસ જરૂરી

મોરબી શહેરના નાની કેનાલ રોડ પાસે આવેલા સનરાઈઝ પાર્ક નામની સોસાયટીમાં નિર્માણધીન પવનસુત પેલેસ નામના ત્રીજા માળે છત ભરવાની કામગીરી ચાલતી હતી તે દરમિયાન ત્રીજા માળેથી લોખંડનો સળીયો મોત બનીને નીચે પડ્યો હતો અને નીચે ઉભેલા આરીફભાઈ શકુરભાઈ સંઘવાણી નામના 15 વર્ષીય સગીરના માથા પર પડતા ગંભીર રીતે ઈજા ગ્રસ્ત થતા સારવાર અર્થે મોરબીની ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો સારવાર દરમિયાન સગીરનું મોત થયું હતું બનાવ અંગે એ ડીવીઝન પોલીસે અકસ્માત મોત અંગે નોધ કરી વધુ તપાસ હાથ ધરી હતી બનાવ અંગે વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ વિપુલ ફૂલતરિયા ચલાવી રહ્યા છે

મૃતક સગીર માળિયા મિયાણાનો વતની હોય તો ઘટના સ્થળે ત્યાં કેવી રીતે પહોચ્યો શું સગીર ત્યાં બાળ મજુરી કરતો કે શું તે અંગે પણ તપાસ થાય તે જરૂરી છે જો આ સગીર ત્યાં મજુર કામ કરતો હતો હતો તો કોની મંજુરીથી આવ્યો હતો તે અંગે પણ ઊંડાણ પૂર્વક તપાસ થાય તે જરૂરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW