HomeGujaratબેફામ બનેલ બાઈક ચાલકે હદ વટાવી,સગર્ભાને ઠોકર મારતા દુનિયા જુએ તે પહેલા...

બેફામ બનેલ બાઈક ચાલકે હદ વટાવી,સગર્ભાને ઠોકર મારતા દુનિયા જુએ તે પહેલા જ બાળકની આંખ મીંચાઈ

મોરબી જીલ્લામાં જીવલેણ વાહન અકસ્માતની ઘટના દિન પ્રતિદિન વધી રહી છે ખાસ કરીને આડેધડ નિયમ ભંગ કરીને બાઈક લઈને નીકળતા લવર મુછીયાઓ અનેકવાર રોડ પર બાઈક લઈને નીકળી જતા હોય છે અને રોડ પર સ્ટંટ કરી બીજા વાહન ચાલકોના જીવ જોખમમાં મુકતા હોય છે.ત્યારે તંત્ર આવા વાહન ચાલકો પર એક્શન જરૂરી છે

વાંકાનેર તાલુકામાં એક બેફામ બનેલા એક બાઈક ચાલકે પગપાળા જતી ગર્ભવતી મહિલાને ઠોકર મારતા તેના ગર્ભમાં ઉછળી રહેલા નવજાત બાળકનું મોત થયું હતું બનાવની મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના જાંબુડિયા ગામમાં આવેલા આયોટા ગામમાં રહેતા લક્ષ્મીબેન માગેયા બીરૂવા નામની ગર્ભવતી મહિલા રાણેકપર ની હદમાં અવ્માલેં રૂતી મીનરલ્સ કારખાનાના ગેઇટ સામે સર્વીસ રોડ ઉપરથી ચાલીને જતી હતી તે દરમિયાન પુર ઝડપે આવેલા GJ 03 KL 7190 નંબરના બાઈક ચાલકે મહિલાને પાછળથી ઠોકર મારતા મહિલા નીચે પટકાતા તેને ગંભીર ઈજા પહોચી હતી જેથી ગંભીર હાલતમાં પ્રથમ વાકાનેર બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં મહિલાને સીજેરિયન કરવામાં આવ્યું હતું જોકે બાળકને અકસ્માતના કારણે ગંભીર ઈજા પહોચતા તેનું હેમરેજ થઇ જતા તેનું મોત નીપજ્યું હતું બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW