મોરબી તાલુકાના એક ગામની સીમમાં આવેલા સિરામિકમાં કામ કરતા શ્રમિકની 17 વર્ષની દીકરીને કારખાનામાં જ રહેતો મૂળ મધ્ય પ્રદેશના ધાર જિલ્લાના વતની સુનીલ રૂપાભાઇ ગમાર નામનો શખ્સ લગ્નની લાલચ આપી બદકામ કરવાના ઈરાદે અપહરણ કરી લઇ ગયો હતો આં અંગે સગીરાના પિતાએ નોધાવેલ ફરીયાદ આધારે પોલીસે સગીરાની શોધખોળ હાથ ધરી હતી તો બીજા એક બનાવમાં મોરબી તાલુકાના ગામમાં વાડીમાં મજુરી કામ કરતા શ્રમિકની દીકરીને હેદર રાણા જામ નામનો શખ્સ લગ્નની લાલચ આપી અપહરણ કરી લઇ ગયો હતો આ અંગે તાલુકા પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે

