મોરબી શહેરના સામા કાંઠા વિસ્તારમાં આવેલા નટરાજ ફાટકથી જૂની પોસ્ટ ઓફીસ કચેરી અને ત્યાંથી કલેકટર કચેરી અને કુબેર ચોકડી સુધીનો માર્ગ અત્યંત જર્જરિત હાલતમાં ફેરવાઈ ગયો છે આ રસ્તા પર નટરાજ ફાટકથી પોસ્ટ ઓફીસ સુધીમાં તો ડામર જ ગાયબ થઇ ગયો છે રસ્તા પર એટલા ખાડા થઇ ગયા છે કે નાના મોટા તમામ લોકોના કમરના મણકા ખસી જાય તેવી સ્થિતિ થઇ ગઈ છે આવી સ્થિતિ કલેકટર કચેરી રોડની પણ થઇ ગઈ છે જિલ્લાના તમામ અધિકારી હોય અને પદાધિકારીઓ ના ઘરથી કચેરીએ જવા આવવાનો રસ્તો છે તેમ છતાં એકેય અધિકારીઓને આ ખાડા દેખાતા નથી તે મોટી વાત છે અધિકારીઓ જાણે તેમની વાહનમાં રાખેલા પરદા જાણે આવા જ ખાડાને નજર અંદાજ કરવા રાખેલા હોય તેવી સ્થિતિ બની ગઈ છે ત્યારે મોરબી પાલિકાના વોર્ડ 4 ના પૂર્વ કાઉન્સીલર સુરેશ શીરોહિયા તેમજ મોરબી શહેર ભાજપના વોર્ડ 4 ના પ્રમુખ રાતાભાઈ ભરવાડ દ્વારા જિલ્લા કલેકટર અને પાલિકાના વહીવટદારને લેખિત રજૂઆત કરી તાત્ત્કાલિક રોડનું રિસર ફેસ કરવામાં આવે તેવી માંગણી કરી છે

