મોરબી. શહેરના બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં રહેતા એક પરિવારની ૧૦ વર્ષની સગીર વયની દીકરી સાથે તેના જ વિસ્તાર માં રહેતા જસવંત જગજીવન રાવલ નામના શખ્સે બિભત્સ ઇશારા કરી ચેન ચાડા કરી પોતાની પાસે બોલાવી બદકામના ઇરાદે પોતાના ઘરમાં લઈ જવા પ્રયાસ કર્યો હતો જોકે બાળકીએ આં અંગે પરિવારને જાણ કરતા સગીરાની માતાએ જસવંત જગજીવન રાવલ નામે ફરિયાદ નોંધાવી હતી અને તેના આધારે પોલીસે આરોપી વિરૂધ્ધઆઇપિસી ૩૫૪ અને પોકસો એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાયૅવાહી હાથ ધરી હતી.

