HomeGujaratસંકલ્પ યાત્રા ટંકારાના હરીપરમાં પહોચી આવાસ પાણી, વીજળી,આરોગ્ય,શિક્ષણ સવલતોથી વંચિત ન રહે

સંકલ્પ યાત્રા ટંકારાના હરીપરમાં પહોચી આવાસ પાણી, વીજળી,આરોગ્ય,શિક્ષણ સવલતોથી વંચિત ન રહે

દેશના ખુણે ખુણાનું ગામડું વિકસિત બને અને સામાન્ય તેમજ જરૂરિયાતમંદ એમ દરેક લોકો સરકારની કલ્યાણકારી યોજનાઓનાં લાભને ઘર આંગણે જ મેળવી શકે તે માટે સરકાર દ્વારા વિકસિત ભારતના સંકલ્પ યાત્રા રથની શરૂઆત કરવામાં આવી છે. જે અન્વયે આજે ટંકારા તાલુકાના હિરાપર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ લોક કલ્યાણી યોજના સાથે પહોંચીને લોકોને વિવિધ યોજનાથી લાભાન્વિત કર્યા હતા.

આપણા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું જે આગમન થયું છે તેનો મુખ્ય ઉદ્દેશ સરકારની યોજનાઓનાં લાભથી કોઈ વંચિત ન રહે તે માટેનો છે. લોકો આ રથને મોદીજીની ગેરેંટીની ગાડીના હુલામણા નામથી ઓળખવા લાગ્યાં છે. આ રથ થકી કેન્દ્ર સરકારની ૧૭ યોજનાના લાભ વંચિતો સુધી પહોચાડવામાં આવી રહ્યા છે તેમ ટંકારા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ જણાવ્યું હતું

દેશમાં કોઈપણ વ્યક્તિ આવાસ પાણી, વીજળી આરોગ્ય, શિક્ષણ વગેરે સવલતોથી વંચિત ન રહે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ તેમના નેતૃત્વ હેઠળ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર સતત પ્રયત્નશીલ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી અભિગમથી ભારત ૨૦૪૭ સુધીમાં ફરીથી સોનેકી ચિડિયા બનશે તેવો ધારાસભ્ય દ્વારા દાવો કરવામાં આવ્યો હતો

મેરી કહાની મેરી જુબાની અંતર્ગત આયુષ્માન કાર્ડ, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી, પ્રધાનમંત્રી આવાસ યોજના સહિત વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ પોતે મેળવેલ વિવિધ સહાયની ગાથા રજૂ કરી હતી. આ સાથે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ તેમજ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને કીટ સહિત વિવિધ યોજનાઓની સહાય વિતરણ કરવામાં આવી હતી.ઉપરાંત મહાનુભાવોનાં હસ્તે હિરાપર ગ્રામ પંચાયતમાં સો ટકા નલ સે જલ યોજના હેઠળ શ્રેષ્ઠ કામગીરી બદલ ગ્રામ પંચાયતને પ્રમાણપત્ર આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

કાર્યક્રમ સ્થળે આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા ઉભા કરાયેલા પોષણયુક્ત આહારનું નિદર્શન સ્ટોલ, ટેક હોમ રાશન થકી સગર્ભા-ધાત્રી માતા, બહેનો, કિશોરીઓ, બાળકોના પોષણ માટે અતિઆવશ્યક પોષણયુક્ત આહાર વિશે નાગરિકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગ દ્વારા પણ વિનામૂલ્યે આરોગ્યની તપાસનો સ્ટોલ ઉપરાંત ઉજ્જવલા યોજના, પશુપાલન વિભાગ, લીડ બેંક વગેરે વિભાગની યોજનાઓ અંગેના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW