Tuesday, October 28, 2025
HomeGujaratધ્રાંગધ્રા હાઈવે પર લગ્નમાંથી પરત ફરતા મિત્રોની કારને નડ્યો અકસ્માત,ગોલાસણ ગામના 4...

ધ્રાંગધ્રા હાઈવે પર લગ્નમાંથી પરત ફરતા મિત્રોની કારને નડ્યો અકસ્માત,ગોલાસણ ગામના 4 યુવાનોના મોત

હળવદ તાલુકાના ગોલાસણ ગામના મિત્રો ધ્રાંગધ્રા નજીક આવેલા નરાડી ગામમાં લગ્ન પ્રસંગે ગયા હતા જ્યાંથી મોડી રાત્રે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન ધ્રાંગધ્રા હળવદ હાઈવે પર તેની કારને ગમખ્વાર અક્સમાત નડ્યો હતો 7 મિત્રો લઈને પરત ફરતી વખતે ચાલકે કોઈ કારણસર સ્ટીયરીંગ પર કાબુ ગુમાવતા કાર બેકાબુ બની ગઈ હતી અને ડીવાઈડર કુદાવી રોંગ સાઈડમાં જઈ પલટી મારી ગઈ હતી.અકસ્માત એટલી હદે ગંભીર તો કે સાત માંથી ત્રણ યુવાનના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા જયારે 4 લોકોને ગંભીર ઈજા પહોચતા સુરેન્દ્રનગર ખાતે સારવાર માટે લઇ જવામાં આવતા હતા તે વખતે એક યુવકનું મોત થતા મૃત્યુ આંક 4 સુધી પહોચ્યો હતો. બનાવ બાદ સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહ બહાર કાઢવા તેમજ ઈજાગ્રસ્ત ને હોસ્પીટલ મોકલવા તજવીજ હાથ ધરી હતી બનાવને પગલે રસ્તા પર ટ્રાફિક જામ સર્જાતા પોલીસને વાહન વ્યવહર રાબેતા મુજબ શરુ કરવામાં ઘણી મહેનત કરવી પડી હતી .

મૃતક
કિરણ મનુભાઈ સુરેલા.
કરશનભાઈ ભરતભાઈ રાતૈયા
ઉમેશ જગદીશભાઈ ઉકેડીયા
કાનજીભાઈ ભૂપત રાતૈયા

ઈજાગ્રસ્ત
કાનજીભાઈ રાયધનભાઈ સુરેલા
અમિતભાઇ જગદીશભાઈ ઉકેડીયા અન્ય એક

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,150SubscribersSubscribe

TRENDING NOW

You cannot copy content of this page