રાજકોટ ગ્રામ્ય ભાડલા પોલીસ સ્ટેશનમાંથી એક બાઈક ચોરી થવાની ઘટના બની હતી આ બાઈક ચોરીનો ગુન્હો લાંબા સમયથી ઉકેલાયો ન હોય દરમિયાન આ ચોરી થયેલ બાઈક મોરબી તાલુકા પોલીસ મથક વિસ્તારમાં હોવાની પોલીસને બાતમી મળી હતી જેના આધારે તાલુકા પોલીસની ટીમે મોરબીના જેતપર ગામ નજીકથી આ ચોરી થયેલા બાઈક સાથે એક શખ્સને ઝડપી પાડયો હતો અને વધુ તપાસ માટે રાજકોટ ગ્રામ્ય પોલીસ હવાલે કર્યો હતો .
મોરબી તાલુકા પોલીસના પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી પીપળી રોડ પર એક શખ્સ નંબર વગરના બાઈક સાથે ફરતો હતો અને તે બાઈક તેનું ન હોય અને ચોરી કર્યા હોવાની શંકા હોય જેથી પોલીસે આ બાતમીના આધારે જેતપરથી મોરબી જતા રોડ ઉપર સત્યમ કાંટા સામે વોચ ગોઠવી હતી. જ્યાં આરોપી નંબર વગરના મોટરસાયકલ સાથે નીકળતા પોલીસે તેને અટકાવ્યો હતો અને તેનું નામ પૂછતાં ગોપાલ અરજણભાઈ વાઘેલા હોવાનું જણાવ્યું હતું જયારે તેની પાસેથી બાઈકના ના કાગળોની પૂછપરછ કરી હતી.જે અંગે આરોપી ગોપાલે સંતોષકારક જવાબ આપ્યો ન હતો.
જેથી મોરબી તાલુકા પોલીસના પોલીસએ પોકેટકોપના માધ્યમથી મોટર સાયકલના ચેસીસ તથા એન્જીન નંબર સર્ચ કરતા આરોપી ગોપાલ અને મોટરસાયકલના માલિકના નામમાં તફાવત આવ્યો હતો. જેથી પોલીસે તેની સઘન પૂછપરછ કરી હતી. જ્યાં આરોપી ગોપાલે કબુલાત આપી હતી કે, પોતે રાજકોટના ગ્રામ્ય વિસ્તાર કનેસર થી રાજા વડલા વચ્ચે રસ્તામાંથી બાઇકની ચોરી હતી. અને આ અંગેનો ગુનો પણ રાજકોટ ગ્રામ્ય ભાડલા પોલીસ સ્ટેશન એ-પાર્ટ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુન્હો નોંધાયેલો હતો. જે અનડિટેકટ હતો. આમ મોરબી તાલુકા પોલીસની ટીમે આ ગુનાને ઉકેલીને રૂ.૨૫,૦૦૦ ની કિંમતના ચોરાઉ મોટર સાયકલ સાથે આરોપી ગોપાલની અટકાયત કરી હતી અને તેને ભાડલા પોલીસ મથક ખાતે હસ્તગત કરવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

