HomeGujaratમોરબીના રંગપરમાં પહોચી વિકસિત ભારત સંકલ્પ યાત્રા, ગામ લોકોને સરકારી યોજનાથી માહિતગાર...

મોરબીના રંગપરમાં પહોચી વિકસિત ભારત સંકલ્પ યાત્રા, ગામ લોકોને સરકારી યોજનાથી માહિતગાર કરાયા

હાલે મોરબી જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ચાલુ છે ત્યારે આજ તારીખ 5/12/2023 ના રોજ મોરબી તાલુકાના રંગપર (બેલા) ગામે આ યાત્રાના રથનું સરપંચ તથા મોરબી ગ્રામ્ય મામલતદાર નિખિલ મહેતા તથા પંચાયત વિભાગ ના નોડલ ઓફિસર ની હાજરીમાં લીડ બેંક સહિતના અન્ય તમામ વિભાગોના કર્મચારીઓએ હાજર રહી સ્વાગત કરવામાં આવેલ તેમજ સરકારની વિવિધ યોજનાઓનો લાભ મેળવેલ લાભાર્થીઓ સાથે સંવાદ કરવામાં આવેલ તેમજ સરકારની યોજનાઓનો લાભ મેળવવા પાત્ર કોઈપણ નાગરિક સહાયથી વંચિત ન રહે તેની મામલતદારએ સ્થાનિક કર્મચારીઓને સાથે રાખી સમીક્ષા કરેલ. આ તકે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ના એક શ્રમિક મહિલા લાભાર્થીએ ખૂબ જ ભાવુક શબ્દોમાં લાકડા, છાણા અને ચુલાના બદલે ગેસ કનેક્શન મફતમાં મળવાથી તેમના પરિવારમાં છવાયેલ આનંદ વિશે વાત કરેલ અને પ્રત્યુતરમાં મામલતદાર એ જણાવેલ કે આ યાત્રાનો હેતુ છેવાડાના માનવી સુધી પહોંચવાનો છે અને તેમની સેવા માટે વહીવટી તંત્ર કટિબદ્ધ છે. આ તકે રંગપર પ્રાથમિક શાળાઓની બાળાઓએ ધરતી કરે પોકાર ની વિશિષ્ટ કૃતિ રજૂ કરી પ્રાકૃતિક ખેતી માટેનો જાગૃતિ સંદેશ આપેલ હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW