મોરબી નગરપાલિકા વિકાસ કામ કરતા અસુવિધા અને વિવાદોના કારણે વધુ ચર્ચામાં છે ક્યારેક કૌભાંડ તો ક્યારેક બેદરકારી તો ક્યારેક કર્મચારીઓને કનડગત કરવામાં આવતા હોવાની ફરીયાદ ઉઠતી રહે છે ત્યારે વધુ એક વખત પાલિકા કર્મી ઉપરી અધિકારીના ત્રાસથી નોકરી છોડવા મજબુર બન્યા છે મળતી માહિતી મુજબ મોરબી નગરપાલિકામાં છેલ્લા ત્રણ દશક કરતા પણ વધારે સમયથી ફરજ બજાવતા જગદીશભાઈ કારાભાઈ સોલંકી નામના કર્મચારીને અચાનક ચીફ ઓફિસરને લેખિત રાજીનામું ધરી દીધું હતું. જેમાં તેને જણાવ્યું હતું કે તેઓ છેલા ૩૩ વર્ષથી ફરજ બજાવતા હોય દરમિયાન ગત છેલ્લા 33 વર્ષથી નગરપાલિકા કચેરીમાં ફરજ બજાવે છે પરંતુ વર્ષ 2017થી કોઈપણ જાતના કારણ વગર વારંવાર તેમની બદલી કરવામાં આવી રહી છે અને 2017થી અત્યાર સુધીમાં 10 વખત બદલી કરી માનસિક ત્રાસ આપતા આ યાતનાથી કંટાળી તેઓ રાજીનામુ આપી રહ્યા હોવાનું લેખિત રજુઆતમાં જણાવ્યું છે. પાલિકા ક્લાર્કના અચાનક રાજીનામાને પગલે પાલિકા કચેરીમાં પણ ચર્ચાઓ ઉઠી છે.

