HomeGujaratમોરબીના લીલાપર નજીક પાર્થ પેપરમિલમાં વહેલી સવારે આગ ભભૂકી ફાયરની ટીમ પહોચી

મોરબીના લીલાપર નજીક પાર્થ પેપરમિલમાં વહેલી સવારે આગ ભભૂકી ફાયરની ટીમ પહોચી

મોરબી નજીક લીલાપર ગામ નજીક આવેલી ચોકડી પાસે આવેલી પાર્થ પેપરમિલમાં વહેલી સવારે આગ ભભૂકી ઉઠતા મોરબી ફાયરબ્રિગેડના ત્રણ ફાયર બ્રાઉઝર સાથે તમામ ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા અને સ્ટાફ આગ બુઝાવવા કામે લાગ્યો છે. આગ વિકરાળ હોવાથી હજુ પણ સંપૂર્ણ પણે આગ પર કાબુ મેળવવામાં વધુ સમય લાગશે તેવો અંદાજ ફાયર વિભાગના અધિકારીઓ જણાવી રહ્યા છે.

મોરબીન લીલાપર રોડ પર આવેલી પાર્થ પેપરમિલમાં બુધવારે વહેલી સવારે 4.30 કલાકની આસપાસ અચાનક કોઈ કારણસર આગ ફાટી નીકળી હતી ઘટનાની જાણ થતા મોરબી મોરબી ફાયર વિભાગની જવાનો અને તમામ સ્ટાફ ત્રણ ફાયર ફાઈટર સાથે આગને બુઝાવવા સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો આગ પેપરમિલના વેસ્ટ પેપર અને કચરા ના ઢગલામાં હોય તેમ પવનને કારણે આગ વિકરાળ સ્વરૂપ લેતા આગ સંપૂર્ણપણે કાબુમાં આવી શકી ન હતી

પાર્થ પેપરમીલની આગ કંટ્રોલમાં આવી છે અને હજુ સંપૂર્ણ પણે આગ બુઝતા ત્રણેક કલાક જેટલો સમય લાગે તેમ છે, આગને કારણે પેપરમિલને લાખોનું નુકશાન થયાનો અંદાજ છે. જો કે હજુ આગ ક્યાં કારણોસર લાગી તેનું સ્પષ્ટ કારણ બહાર આવ્યું નથી અને ફાયર બ્રિગેડ સ્ટાફ હાલ આગને કંટ્રોલમાં કરી લીધી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW