બનાસકાંઠાના દાતા નજીક ત્રિશુલિયા ઘાટ પાસે અકસ્માત ગ્રસ્ત ખાનગી બસમાં સવાર મોરબી શહેર તથા તાલુકાના ઇજાગ્રસ્તો સાથે મોરબી જિલ્લા કલેકટર જી ટી પંડયાએ ટેલીફોનિક વાતચીત કરતા આ ઈજાગ્રસ્તો પૈકીના સામાન્ય ઇજાગ્રસ્ત લોકોએ પરત મોરબી આવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી જે બાદ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા બસની વ્યવસ્થા કરતા મોડી સાંજે તેઓ દાતાથી રાજકોટ માટે રવાના થયા હતા . અધિક કલેકટર એન કે મુછારને રાજકોટથી મોરબી માટેની વ્યવસ્થા કરવાનું જણાવતા આ બંને અધિકારીઓના માર્ગદર્શન નીચે મોરબી ગ્રામ્ય મામલતદાર નિખીલ મહેતા તથા સ્ટાફના સિનિયર તલાટી જય કિશન લીખીયા મોડી રાતે રાજકોટ જવા રવાના થથયા હતા અને વહેલી સવારે ત્રણ વાગ્યે આ ઇજાગ્રસ્તોને રાજકોટ ખાતે રિસીવ કરી ઠંડીનો માહોલ હોવાથી દરેકને ઓઢવા માટે ધાબળા તથા પીવાના પાણી તેમજ પ્રાથમિક સારવારની સુવિધાઓ પૂરી પાડી તેઓને હેમખેમ મોરબી ખાતે પરત લાવવામાં આવ્યા હતા વહેલી સવારે 6:00 વાગે આ પરિવાર પોતાના ઘરે પહોંચતા રાહતનો શ્વાસ લીધો હતો તો તેમના પરિવારના સભ્યો દ્વારા જિલ્લા વહીવટી તંત્રની કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો હતો અને કામગીરી માટે આભાર વ્યક્ત કર્યો હતો

અત્રે ઉલ્લેખનીય છે કે આ વરિષ્ઠ નાગરિકો કે જેઓની ઉંમર 60 વર્ષથી વધુ છે તેઓ પોતાની રીતે મુસાફરી કરતા હતા ત્યારે પોતાના સામાન વિગેરેનું પોતે જ ધ્યાન રાખતા હતા પરંતુ અકસ્માત બાદ વહીવટી તંત્ર દ્વારા તેઓને સામાન ઊંચકવો ન પડે તેવી વ્ય્વસ્થા કરવામાં આવી હતી જેથી આવા જ એક સિનિયર સિટીઝન નાગરિકે ઘરના દીકરા સાચવે એવી જ રીતે વહીવટી તંત્રએ સાચવ્યા હોવાનો આભાર વ્યક્ત કર્યો હતો

