હળવદ તાલુકાના ચરાડવા ગામમાં આવેલા ગોપાલ નગર મોટા આવેલી મુરલીધર પાન ચલાવતો રાજેશ ડાયા સોનગ્રા નામનો દુકાનદાર આયુર્વેદીક શિરપના નામે મોટા પાયે આલ્કોહોલ યુક્ત શિરપ વેચતા હોવાની એસઓજીને બાતમી મળી હતી જે બાદ પોલીસે ગત સપ્ટેમ્બર મહિનામાં દરોડો પાડી દુકાન તેમજ ગોડાઉનમાંથી રૂ રૂ 93 બોક્સમાં 2325 બોટલ આયુર્વેદિક શિરપ મળી આવી હતી. આ તમામ મુદામાલ જપ્ત કરી નમુના તપાસ અર્થે રાજકોટ એફ એસ એલમાં મોકલવામાં આવ્યા હતા જ્યાં આ પીણામાં આલ્કોહોલનું પ્રમાણ વધુ માત્રામાં મળી આવતા આરોપી રાજેશની પૂછ પરછ કરતા તેણે મજૂરો દ્વારા અવાર નવાર લાલ ઘોડા આયુર્વેદિક સીરપ માંગવામાં આવતી હોય જે અંગેની જાણ ટું ગામના હિતેશ અમરશી લુલકીયાને થઈ હતી હિતેશ આ બોટલનું મોટા પાયે વેચાણ કરતા હોવાથી રાજેશને વેચતો હોવાનું સામે આવ્યું છે પોલીસે રાજેશ પાસેથી કબજે કરેલા આ શિરપના બીલ માગતા તેનું બીલ પણ ન હોવાનું સામે આવ્યું હતું પોલીસે આયુર્વેદિક શિરપ બનાવતી કંપનીની શોધખોળ શરુ કરી હતી હિતેશ લુલકીયા નામની વ્યકિતે રાજકોટના પ્રણવ શાહ પાસેથી પર એક બોક્સે 250 રૂપિયાના કમીશનથી ખરીદી કરી હોવાનું સામે આવ્યું હતું, પકડાયેલી બોટલ શ્રી આયુર્વેદિક હેલ્થ કે એલ
જેના માટે ગાંધીનગર ફૂડ એન્ડ ડ્રગ વિભાગના જોઈન્ટ કમિશ્નર પાસે શ્રી આયુર્વેદિક કંપનીની વિગત મગાવી હતી જોકે ફૂડ એન્ડ ડ્રગ ગાંધીનગર દ્વારા આવી કોઈ પ્રોડક્ટને મંજુરી આપવામાં ન આવી હોવાનું નીતિન કોટવાણી નામની વ્યક્તિ દ્વારા આવી કોઈ મંજુરી માંગવામાં ન આવી હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે બોટલમાં આપેલા વડોદરા ખાતે આવેલા ફેકટરીના એડ્રેસ પર તપાસ કરતા સ્થળ પર આ ફેક્ટરી મળી આવી ન હતી જગ્યાના માલિકની પૂછ પરછ દરમિયાન 2020-21માં નીતિન કોટવાની નામની વ્યક્તિએ જગ્યા ભાડે રાખી શ્રી આયુર્વેદિક નામની પેઢી શરૂ કરી હતી જોકે બાદમાં તે પણ બંધ થઇ ગઈ હતી પોલીસ તપાસમાં આરોપીઓ દ્વારા કોઈ પણ પ્રકારની મંજુરી લીધા વિના જન આરોગ્ય સાથે ચેડા કરી ગેર કાયદેસર પ્રતિબંધિત માત્રા કરતા વધુ માત્રાના આલ્કોહોલિક શિરપનું વેચાણ માટે રાજેશ ડાયા સોનગરા, હિતેશ લુલકિયા પ્રણવ શાહ સહિતના આરોપી વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

