હળવદ શહેરના માથક રોડ પર પીજીવીસીએલ દ્વારા વીજ પોલ અને તેમાં વીજવાયર નાખવાની કામગીરી ચાલતી હતી ગત રાત્રીના બે કિમી વિસ્તારમાં વિજ્પોલમાં લગાવેલા રૂ 70 હજારની કિમતના વીજ તાર અજાણ્યા શખ્સો કાપીને લઇ ગયા હતા જે બાદ આ અંગે પીજીવીસીએલના અધિકારીઓને જાણ થતા તેઓ સ્થળ પર દોડી ગયા હતા અને ચોરી થયેલા મુદામાલ અંગે તપાસ કરી હતી બાદ તેઓએ હળવદ પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી ફરિયાદ આધારે પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી