મોરબી શહેરથી કામ ધંધે જતા આવતા લોકો માટે દિવસ રાત ટ્રાફિક જામની સમસ્યા માટે જવાબદાર નટરાજ ફાટક પર ભવિષ્યમાં ટ્રાફિક જામ મુક્ત બની જશે. માર્ગ મકાન વિભાગ દ્વારા નટરાજ ફાટકપાસેથી પસાર થતા રેલવે ટ્રેક પરથી ઓવર બ્રીજ બનાવવાની કામગીરી શરુ કરવાની તૈયારી પૂર્ણ કરી દીધી છે. રૂ 76 કરોડના ખર્ચે નિર્માણ પામનાર આ ઓવર બ્રીજનું શનિવારના રોજ ખાત મુર્હુત કરવામાં આવશે. ટ્રાય એન્ગલ સેપથી બનનાર આ ઓવરબ્રિજને લગતી તમામ મંજુરી પૂર્ણ થઇ હતી નાણા વિભાગ દ્વારા તાજેતરમાં અંદાજીત 35 કરોડ જેટલી રકમનો ચેક પણ માર્ગ મકાન વિભાગને સુપરત કર્યા બાદ હવે તેની કામગીરી તેજ કરી દેવાય છે.

માર્ગ મકાન વિભાગ દ્વારા આ બ્રીજનું કામ હાથ ધરવાનું હોય મયુર બ્રીજ પાડાપુલને જોડી એક બ્રીજ શરુ થશે જે જુના હાઉસિંગ બોર્ડ ખાતે મહારાણા પ્રતાપ સર્કલ સુધી જશે જ્યાં એક રસ્તો ત્રાજપર ચોકડી સુધી જયારે બીજો રસ્તો ગોપાલ સોસાયટી તરફ જશે 820 મીટર લંબાઈ, 16 મીટર પહોળાઈ અને રેલ્વે ટ્રેક પર 8 મિટરની ઉચાઇ ધરાવતા આ બ્રીજ નિર્માણ થયા બાદ રેલ્વે ટ્રેક પાસેની ટ્રાફિક જામની સમસ્યાનો કાયમી ઉકેલ આવી જશે.

બ્રીજ નિર્માણ માટે નડતર રૂપ બાંધકામને એલ ઈ કોલેજ હોસ્ટેલની કમ્પાઉન્ડ વોલ, કેસર બાગ અને ડીવાયએસપી કચેરીના પાછળના ભાગની બાઉન્ડ્રી સહિતના ભાગ પણ દુર કરવામાં આવશે તો જુના હાઉસિંગ બોર્ડ ખાતેનું સર્કલ યથાવત રાખવામાં આવશે જયારે હાલની મહારાણા પ્રતાપની પ્રતિમાની ઉચાઇ વધારી બ્રીજ પર લગાવવામાં આવશે. હાલ માર્ગ મકાન વિભાગ દ્વારા બ્રીજ નિર્માણમાં સૌથી વધુ કપાત આવતા એવા કેસર બાગનો ભાગ દુર કરવાની કામગીરી પણ શરુ કરી દેવામાં આવી છે


