HomeGujaratમોરબીમાં લાલપર નજીક કેનાલ ન્હાવા પડેલા ડૂબી જતાં બે યુવકનો મોત

મોરબીમાં લાલપર નજીક કેનાલ ન્હાવા પડેલા ડૂબી જતાં બે યુવકનો મોત

મોરબીના લાલપર ગામની હદમાં આવેલા ફેમસ સિરામિક નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં  સૂરજ અને સાગર નામના બે શ્રમિક યુવાનો સોમવારે મોડી સાંજે નાહવા પડ્યા હતા. પાણીનો પ્રવાહ તેજ હોવાથી પાણીમાં તણાઈ જતાં ડૂબવા લાગ્યા હતા.યુવકનો મોડે સુધી પરત ન આવતા પરિવાર જનોએ શોધખોળ હાથ ધરી હતી દરમિયાન કેનાલ પાસેથી યુવકના કપડાં અને મોબાઈલ મળી આવતા કેનાલમાં ડૂબી ગયા હોવાની આશંકા પ્રબળ બનતા પોલીસને જાણ કરવામાં આવી હતી

જે બાદ  મોરબી તાલુકા પોલીસની ટીમે તેમજ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને બન્ને ની શોધખોળ હાથ ધરી હતી. મંગળવારે આખો દિવસ શોધખોળ કરવા છતાં કોઈ પત્તો ન લાગતા અંતે ઉપરથી પાણીનો ફલો બંધ કરાવતા બુધવારે સવારે મૃતદેહ મળી આવતા પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.બનાવ અંગે તાલુકા પોલીસે અકસ્માત મોત અંગે નોંધ કરી તપાસ હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW