નવલખી પોર્ટથી મીઠું ભરીને નીકળેલી માલગાડી વાંકાનેર તરફ જતી તે દરમિયાન નઝરબાગ રેલ્વે સ્ટેશન પાસે ટ્રેક પર છવાયેલી ધુમ્મસ ના કારણે ટ્રેનના વ્હીલ અને ટ્રેક વચ્ચે ઘર્ષણ ન થતા ટ્રેન અટકી ગઈ હતી અને ટ્રેક પર દોડવા લાગી હતી જે બાદ રેલ્વેના કર્મચારીઓ દ્વારા ટ્રેક પર ટ્રેનના વ્હીલની પક્કડ મજબુત થાય તે માટે રેતી અનેકાંકરા મૂકી ટ્રેન આગળ વધારી હતી જોકે આ દરમિયાન લગભગ અડધી કલાક સુધી ટ્રેન નઝરબાગ રેલ્વે સ્ટેશનથી નટરાજ ફાટક સુધી ઉભી રહી જતા એક સાથે ત્રણ ફાટક બંધ થઇ ગઈ હતી જેના કારણે વહેલી સવારે કામ ધંધા પર જવા નીકળેલા લોકો અટકી પડ્યા હતા વહેલી સવારે નઝરબાગ ફાટક,કલેકટર કચેરી તરફ જતા રોડની ફાટક તેમજ નટરાજ ફાટક ની બન્ને સાઈડ વાહનોના થપ્પા લાગી ગયા હતા વહેલી અને ટ્રાફિક જામ સર્જાયો હતો

