મોરબી આસપાસ વિસ્તારમાં અલગ અલગ બે સ્થળે યુવકના ફાંસો લગાવી આપઘાત કર્યાની ઘટના સામે આવી હતી બનાવની મળતી માહિતી મુજબ પ્રથમ બનાવ સામાકાંઠા વિસ્તારમાં આવેલા બૌધનગર વિસ્તારમાં બન્યો હતો આ વિસ્તારમાં રહેતા વિપુલભાઇ નાનજીભાઇ સોલંકી નામના 25 વર્ષીય યુવાને તેના ઘરમાં અગમ્યકારણસર ફાંસો લગાવી આપઘાત કર્યો હતો ઘટનાની જાણ થતા મોરબી પરિવારજનો યુવકને સિવિલ હોસ્પિટલ લઇ ગયા હતા જ્યાં તબીબે મૃત જાહેર કર્યો હતો બીજી એક ઘટના મોરબીના સર્કીટ હાઉસ પાસે આવેલા હેલીપેડ ગ્રાઉન્ડ પાસેના વૃક્ષ સાથે ફાંસો લગાવી મિથુન સોની નામના યુવાને આપઘાત કરી લીધો હતો બનાવને પગલે પોલીસ ટીમ દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી પ્રાથમિક માહિતી મુજબ મિથુન ઉમા ટાઉનશીપ વિસ્તારમાં રહેતો હોય અને મૂળ નેપાળનો વતની હોય 20 દિવસ પહેલા આ યુવાન મોરબી આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો તે કારણ હાલ જાણી સકાયું નથી મોરબી સીટી બી ડીવીઝન પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી વધુ તપાસ વાલભાઈ ચાવડા ચલાવી રહ્યા છે

