HomeGujaratમોરબીના શ્રી હરી પાર્ક આસપાસ દારૂ વેચાણ પોલીસ અટકાવી ન શકતા સ્થાનિકોએ...

મોરબીના શ્રી હરી પાર્ક આસપાસ દારૂ વેચાણ પોલીસ અટકાવી ન શકતા સ્થાનિકોએ કર્યું હવનનું આયોજન

મોરબીમાં દેશીદારૂના વેચાણથી કંટાળેલા લોકોએ અનોખો વિરોધ કરવાનું નક્કી કરાયું છે,દલિત વિસ્તારમાં વધી રહેલા દારૂના દુષણને પગલે સ્થાનિકોએ અગાઉ પોલીસમથકમાં રજૂઆત કરવા છતાં માત્ર ખાના પુરતી માટે કામગીરી થઇ અને ફરી સ્થિતિ જે સે થે થઇ જતા સ્થાનિક લોકોએ અનોખો વિરોધ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે આગામી 26 મી ના રોજ સવારે 10 :30 થી 1 વાગ્યા સુધી ચાર કુંડી હવનનું આયોજન કરાયું છે, અગાઉ સ્થાનિકોએ રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી રજૂઆત દર વખત  જાણે બહેરા કાને અથડાઈ જતી હોય છે પોલીસ દારૂનું દુષણ દુર ન કરાવી શકતા હવે લોકો  જાણે ભગવાનના ભરોસે જવાનો વારો આવ્યો હોય તેવી સ્થિતિ બની છે મોરબીના બી ડીવીઝન પોલીસ મથક વિસ્તારમાં આવતા નઝર બાગ રેલ્વે સ્ટેશન અને આસપાસ વિસ્તારમાં આવતા જીવરાજ પાર્ક,હરીઓમ સોસાયટી , ગાંધી સોસાયટી તેમજ બૌધનગર વિસ્તારમાં રહેતા લોકોએ અનોખો વિરોધ કરવાનું નક્કી કર્યું છે સ્થાનિક લોકોએ આગામી 26મીના  મંગળવારના રોજ હરિપાર્ક સોસાયટી ખાતે દારૂનું વેચાણ બંધ થાય તેવા હેતુ સાથે ચારકુંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW