HomeGujaratતલવારથી કેક કાપતા સોશ્યલ મીડિયામાં મુકવા વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા વિરુદ્ધ વધુ...

તલવારથી કેક કાપતા સોશ્યલ મીડિયામાં મુકવા વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા વિરુદ્ધ વધુ એક ફરિયાદ,

મોરબીના યુવકને પગાર આપવા મુદે રાણીબા ઇન્ડસ્ટ્રી એન્ડ એક્સપોર્ટની સંચાલિકા વિભૂતિ પટેલ દ્વારા ઢોર માર મારવાની ઘટનામાં પોલીસ મથકમાં ફરિયાદ નોધાઇ હતી જે બાદ વિભૂતિ પટેલ અને તેના સાગરીતો સામે અલગ અલગ કલમ હેઠળ ગુન્હો નોધવામાં આવ્યા બાદથી તમામ આરોપીઓ નાસતા ફરતા હોય જેથી તેને ઝડપી લેવાં બનાવી છે કોર્ટ દ્વારા વિભૂતિ પટેલની આગોતરા જામીન અરજી રદ કરી દીધી છે હજુ આ ઓછું હોય તેમ વિભૂતિ પટેલ સામે વધુ એક ફરિયાદ નોધાઈ છે આ વખતે ખુદ પોલીસ ફરિયાદી બની છે મોરબી સાયબર સેલના પીએસઆઈ એ.ડી.જાડેજા દ્વારા એ ડીવીઝન પોલીસ મથકમાં નોધાવેલ ફરિયાદ મુજબ વિભૂતિ પટેલે પોતાના જન્મ દિવસની ઉજવણીના નામે ખુલ્લી જાહેર જગ્યામાં બે ટેબલો ઉપર અલગ અલગ ફોટાઓ તથા નામ વાળી કેક રાખી તલવાર જેવા તિક્ષ્ણ હથિયારથી કેક કાપી આ જગ્યાની આજુબાજુમાં રહેતા માણસોને તેના આ કૃત્યથી સામન્ય હાની થાય કે ત્રાસ પહોંચે તેવું જાહેર ત્રાસ દાયક કૃત્ય કરી લોકોમાં ભય ફેલાય તેવી રીતે ઇન્ટાગ્રામ સોશીયલ મીડીયા ઉપર મૂકી ભય ફેલાવાનું કૃત્ય કર્યું હતું. અને જિલ્લા કલેકટરના જાહેરનામાંનો ભંગ કર્યો હતો બનાવ અંગે એ ડીવીઝન પોલીસે IPC.કલમ ૨૬૮,૨૯૦ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW