શૈલેષ નસરીયાભાઇ ટોકરીયા રાઠવા ઉ.વ.20, રહે. ડાયાભાઇ સવજીભાઇ ચૌહાણની વાડીએ, ચરાડવા ગામની સીમ, ચરાડવા ગામ, તા.હળવદ જી.મોરબી મુળ રહે. દારજા ગામ, પટેલ ફળીયું, તા.સોંડવા જી.અલીરાજપુર (એમ.પી) વાળો પોતે મજુરી કામ અર્થે રાખેલ વાડીએ વાડીની ફરતે શેઢેઝાટકો તાર બાંધતો હોય ત્યારે તાર ખેચતા તાર ઇલેકટ્રીક વાયર સાથે ઘસાતા શોર્ટ લગતા શરીરે અલગ અલગ જગ્યાએ ફુટતા ઇજા થતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.