માળિયા મિયાણા તાલુકાના નવા ગામનો સાહીલભાઇ રહેમાનભાઇ જેડા નામનો 20 વર્ષીય યુવાન લગ્નની ખરીદી માટે તેનું GJ-01-MU-9083 નંબરનું બાઈક લઈને મોરબી ખરીદી કરવા જતો હતો તે દરમિયાન મોરબી માળીયા હાઇવે રોડ ક્રિષ્ના આઇ માતા હોટલથી પાસે GJ-12-BX-0073 નંબરનો એક ટ્રક કોઈ પણ પ્રકારના સાવચેતી બોર્ડ કે આડસ મુક્યા વિના રોડ પર પડ્યો હતો તેના પાછળના ભાગે ઘુસી જતા સાહિલને ગંભીર ઈજા પહોચી હતી જે બાદ તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો જોકે ફરજ પરના તબીબે મૃત જાહેર કરી મૃતદેહ પીએમ અર્થે મોકલી દીધો હતો બનાવ અંગે મૃતકના કાકા અલીમાહમદ રસુલભાઇ જેડાએ ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી અને તેના આધારે પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી