HomeGujaratમોરબીમાં રોડ પર ઘાસચારો વેચનાર અને રોડ પર ઘાસ ફેકનાર સહીત ત્રણ...

મોરબીમાં રોડ પર ઘાસચારો વેચનાર અને રોડ પર ઘાસ ફેકનાર સહીત ત્રણ શખ્સ સામે પોલીસે ગુન્હો નોધ્યો

રાજ્ય સરકાર દ્વારા રોડ પર રખડતા ઢોરના કારણે થતા અકસ્માત નીવારવા જાહેર સ્થળ કે રોડ આસપાસ ઘાસ ચારો વેચતા કે જાહેરમાં ગાયોને ઘાસચારો આપવા પર પ્રતિ બંધ મુક્યો છે અને આ રીતે જાહેરમાં ઘાસચારો ફેકી ન્યુસન્સ ફેલાવનાર સામે એક્શન લેવા આપેલી સુચનાને પગલે મોરબી એ ડીવીઝન પોલીસ દ્વારા મોરબીના જેલ રોડ પર આવેલા જેલ ચોક પાસે લીલા ના વાડામાં રોડ ઉપર ઢોર ને નીણ (લીલુ) નાખી જાહેરરોડ આવતા જતા ટ્રાફીક વાહનો તથા રાહદારીઓને અડચણ રૂપ થાય તે રીતે ઢોર ને લીલુ નાખી વેપાર ધંધો કરતા આદમભાઇ ઇસ્માઇલભાઇ ખુરેશી,જગદીશભાઇ બાબુભાઇ ડાંગરને પકડી પાડ્યા હતા આ ઉપરાંત મોરબી લુવાણાપરા શેરી નં.-૧ પોલીસ લાઇન સામે પોતાના મકાનના ફળીયાની સામે જાહેર રોડ પર ટ્રાફીક વાહનો તથા રાહદારીઓને અડચણ રૂપ થાય તથા અકસ્માત બનાવ બને તે રીતે રોડ ઉપર વચ્ચો વચ્ચ ઢોર ને નીણ(લીલુ) નાખતા અબ્દુલભાઇ કાસમભઇ ખુરેશીને ઝડપી લીધા હતા અને તેના વિરુદ્ધ ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW