HomeGujaratસરકારની દિવાળીએ ભેટ,જેલ સહાયક થી સુબેદાર વર્ગના કર્મીઓના પ્રોત્સાહન ભથ્થામાં વધારો

સરકારની દિવાળીએ ભેટ,જેલ સહાયક થી સુબેદાર વર્ગના કર્મીઓના પ્રોત્સાહન ભથ્થામાં વધારો

રાજ્યની વિવિધ જેલમાં ફરજ બજાવતા જેલ કર્મીઓની લાંબા સમયથી પ્રોત્સહન ભથ્થામાં વધારો કરવાની માંગણી કરી રહ્યા હતા જે માંગણી રાજ્ય સરકાર દ્વારા સ્વીકારી દિવાળીના સમયે જે મંજુર કરી એક અનોખી ભેટ આપી છે. રાજ્યની જેલના જેલ સહાયકથી લઇ સુબેદાર રેન્ક સુધીના કર્મચારીનો પ્રોત્સાહક ભથ્થામાં વધારો કરવામાં આવતા જેલ કર્મીઓના પરિવારમાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે. અને જેલ પરિવાર દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીનો આભાર વ્યક્ત કર્યો હતો.

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં ▪️વર્ગ-૩ના કર્મચારીઓ માટે જે તા.૨૯.૦૮.૨૦૨૨ થી મંજૂર થયેલ તેજ ધોરણે તે તારીખ થી લાભ આપવામાં આવશે. તેવી જાહેરાત ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી છે.

જાહેર સુરક્ષા પ્રોત્સાહન ભથ્થામાં નીચે મુજબનો વધારો લાગુ થશે :
જેલ સહાયક – રૂ.૩૫૦૦/- , અગાઉ ન હતું
સિપાઈ – રૂ.૪૦૦૦/-, અગાઉ ૬૦ રૂ હતું
હવાલદાર – રૂ.૪૫૦૦/-, અગાઉ ૬૦ રૂ હતું
સુબેદાર – રૂ.૫૦૦૦/- અગાઉ ૬૦ રૂ હતું

આ ઉપરાંત ફીક્સ પગારના જેલ સહાયકોને રૂ.૧૫૦/- લેખે જાહેર રજાના દિવસે ચૂકવાતા વળતરમાં વધારો કરીને રૂ.૬૬૫/- રજા પગાર ચુકવવામાં આવશે આ ઉપરાંત જેલ પ્રભાગના વર્ગ-૩ના કર્મચારીઓને વોશીંગ અલાઉન્સ પેટે ચુકવવામાં આવતા રૂ.૨૫/-માં વધારો કરીને રૂ.૫૦૦/- ચુકવવામાં આવશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW