મોરબી જીલ્લામાં વધી રહેલા દારૂની હેરાફેરીના બનાવ સતત વધી રહ્યા છે ત્યારે દારૂબંધી કડક બનાવવા અલગ અલગ પોલીસ મથકમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ સંડોવાયેલ આરોપીઓને પાસામાં ધકેલવા જિલ્લા પોલીસ વડાની સુચનાથી અલગ અલગ પોલીસ મથકમાં એક મહિલા અને એક પુરુષના પાસા માટે જિલ્લા મેજીસ્ટ્રેટ જી.ટી પંડ્યાને દરખાસ્ત કરવામાં આવી હતી જેમાં એક અરજી મોરબીના બી ડીવીઝન પોલીસ મથક વિસ્જેતારમાં આવેલા માળિયા વનાળીયા વિસ્તારમાં રહેતી સોનલ ઉર્ફે સોનકી અબ્બાસ કટિયા અને બીજી એક અરજી વાંકાનેર તાલુકાના ઢુવા ગામના તોફીક ઉર્ફે તોફ્લો આદમભાઈ લાદાણીની દરખાસ્ત હતી. મેજીસ્ટ્રેટ જી ટી પંડ્યા દ્વારા આ બન્ને દરખાસ્ત મંજુર કરી હતી અને તેના આધારે સોનલ ઉર્ફે સોનકી અબ્બાસ કટિયાને ઝડપી લઇ સુરતની લાજપોર જેલ હવાલે કરાઈ હતી જયારે તોફીક ઉર્ફે તોફલાને ભાવનગર જિલ્લા જેલ હવાલે કરવામાં આવ્યા હતા.

