HomeGujaratમોરબી જીલ્લામાં કામ કરતા પર પ્રાંતીય શ્રમિક અને કર્મચારીની પોલીસ મથકમાં નોધ...

મોરબી જીલ્લામાં કામ કરતા પર પ્રાંતીય શ્રમિક અને કર્મચારીની પોલીસ મથકમાં નોધ કરવા સુચના

મોરબી ઔદ્યોગિક કૃષિ ક્ષેત્રમાં સમૃધ્દ જિલ્લામાં લાખોની સંખ્યામાં બીજા જિલ્લા તેમજ બીજા રાજ્યના મજૂરોનો વસવાટ રહે છે આ મજુરોમાંથી કેટલાક તત્વો ગુનાહિત કૃત્ય કરીને પણ ફરાર થયેલા હોય છે અને સ્થાનિક પોલીસ મથકમાં વોન્ટેડ હોય છે આવા ગુનાહીત માનસિકતા ધરાવતા તત્વો વિશે પોલીસને અગાઉથી જાણકારી મળે તેમજ ભવિષ્યમાં કોઈ ઘટના સર્જાઈ તો તેના સુધી માહિતી ઝડપી ઉપલબ્ધ કરવા અગાઉથી તેની પોલીસ મથકમાં નોધણી કરવી જરૂરી છે આ મજૂરોની નોધણી કરવા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.કે.મુછાર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. મોરબી જિલ્લામાં તમામ કારખાનેદારો, મકાન બાંધકામમાં, ફાઉન્ડ્રી ઉદ્યોગમાં, હીરા ઉદ્યોગમાં તથા ફેકટરીઓમાં અને ખેતીના તેમજ વેપાર ધંધામાં મજૂર કે ભાગીયા તરીકે કામ કરતા પરપ્રાંતીય કારીગરોની વિગતો સબંધિત પોલીસ સ્ટેશનમાં આપવા જણાવ્યું છે

મોરબી જિલ્લામાં આવેલા અલગ અલગ કારખાનેદારો, મકાન બાંધકામ બિલ્ડર્સ, ફાઉન્ડ્રી ઉદ્યોગ, હીરા ઉદ્યોગ, ખેતી કામ તથા અન્ય ઉદ્યોગો વેપાર-ધંધા સાથે સંકળાયેલા તમામ પ્રાઈવેટ સેકટરના માલીકો અને મેનેજમેન્ટ કે જેઓના યુનીટમાં કર્મચારીઓ, કારીગરો, મજૂરો કે ભાગીયા હાલમાં કામ ઉપર છે તેવા કાયમી, હંગામી, રોજીંદા કે કોન્ટ્રાકટના કે ભાગીયા, કર્મચારીઓને કારીગરો/મજૂરોની માહિતી તૈયાર કરી સબંધિત પોલીસ સ્ટેશનમાં આ જાહેરનામુ પ્રસિદ્ધ કર્યાના ૧૫ દિવસમાં આપવાની રહેશે.

પેઢીના માલીક/ખેડુતનું નામ સરનામું મોબાઈલ નંબર, ધંધાનું સ્થળ, કામ રાખેલ કર્મચારી, કારીગર/મજૂર/ભાગીયાનું હાલનું પુરુનામ, સરનામુ, ઓળખ ચિન્હ, મોબાઈલ નંબર તેમજ મૂળ વતનનું પુરું સરનામું તથા વતનના ટેલીફોન નં, નોકરીએ રાખ્યાની તારીખ, અગાઉ જે સ્થળે કામ કરતા હોય તે માલીકનું પુરું નામ સરનામું તથા મોબાઈલ નં., કોના રેફરન્સ/ પરિચયથી નોકરીએ રાખેલ છે તે સ્થાનીક રહીશનું પૂરું નામ, સરનામું, સગા સબંધિઓના પૂરા નામ તથા સરનામા ફોટો તથા હથિયાર ધરાવતા હોય તો તે સહિતની વિગતો નિયત પત્રકમાં રજીસ્ટર કે સીડી બનાવીને આપવાની રહેશે.

આ ઉપરાંત અન્ય રાજ્યો/દેશમાંથી વ્યક્તિને મકાન ભાડા પટે આપવામાં આવે ત્યારે મકાન ભાડે અપાવનાર દલાલ અને મકાન માલીકે મકાન ભાડે આપ્યા અંગેની માહિતી સંબંધી પોલીસ સ્ટેશનમાં આપવાની રહેશે. જેમાં મકાન માલીકનું નામ તથા સરનામું, જે મકાન ભાડે આપેલ હોય તે મકાનનું સરનામું, મકાન ભાડે રાખનાર પરપ્રાંતીય વ્યક્તિના નામ, સરનામા, ઓળખકાર્ડ સહિતની વિગતો નિયત પત્રકમાં આપવાની રહેશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW