મોરબીના એવન્યુ પાર્કમાં રહેતા અને સનાળા રોડ માધવ માર્કેટ બાલાજી તાવો ચાપડી નામની દુકાન ધરાવતા જયદીપભાઈ રમેશભાઈ ભાડજાએ દસેક દિવસ પહેલા આ કામના આરોપી દિપકભાઈ બુધ્ધદેવને ઉછીના રુપિયા ૨૦૦૦૦ આપેલ હોય જે માંગતા જયદીપ ભાઈની નામની દુકાન પાસે હોય ત્યાં આવી આરોપીએને જેમ ફાવે તેમ ભુંડાબોલી ગાળો આપી તેના નેફામાંથી છરી કાઢી
જેમ ફાવે તેમ ઘા મારતા એક ઘા જમણી બાજુ છાતીના ભાગે તેમજ એક ઘા ડાબા હાથના બાવળાના ભાગે તેમજ એક ડાબી બાજુ
છાતીના નિચે પડખાના ભાગે ખુબજ ઉંડો ઘા મારી ગંભીર ઈજાં કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઇ ગયા હતા બનાવ અંગે એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી હતી

