HomeGujaratમોરબીમાં ટીંબડી નજીક રોડ ક્રોસ કરતા યુવકને કન્ટેનરે ઠોકર મારતા મોત 

મોરબીમાં ટીંબડી નજીક રોડ ક્રોસ કરતા યુવકને કન્ટેનરે ઠોકર મારતા મોત 

મોરબી તાલુકાના ટીંબડી  ગામના પાટિયા નજીક રોડ ક્રોસ કરતા એક  યુવાનને માતેલા સાંઢની જેમ આવેલા એક  કન્ટેનર ટ્રકે  હડફેટે લીધો હતો. બનાવમાં યુવકને ગંભીર ઈજા [પહોચતા તેનું  મૃત્યુ નીપજ્યું હતું. બનાવ બાદ ટ્રક ચાલક વાહન ફરાર થઇ ગયા હતા બનાવ અંગે  મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના ટીમ્બડી ગામના પાટિયા નજીક અશ્વમેઘ હોટેલ સામે હાઈવે રોડ ઉપર રસ્તો ઓળંગી રહેલા રાજસ્થાનના વતની મુકેશભાઈ રામદેવા મીના ઉ.30 નામના યુવાનને ટ્રક કન્ટેનર નંબર GJ-12-BZ-3074ના ચાલકે હડફેટે લેતા ગંભીર ઈજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ બાદ આરોપી ટ્રક ચાલક કન્ટેનર રેઢું મૂકી નાસી જતા મૃતકના ભત્રીજા વિક્રમભાઈ જગદીશભાઈ મીનાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ટ્રક કન્ટેનર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW