HomeGujaratટંકારાની છત્તર ચેકપોસ્ટેથી દારૂ ભરેલી સીએનજી રીક્ષા ઝડપાઇ

ટંકારાની છત્તર ચેકપોસ્ટેથી દારૂ ભરેલી સીએનજી રીક્ષા ઝડપાઇ

રાજકોટ – મોરબી હાઇવે ઉપર છત્તર નજીક બનાવાયેલી પોલીસ ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ દરમિયાન ટંકારા પોલીસે રાજકોટ તરફથી આવતી સીએનજી રીક્ષા માંથી ૪૮ દારૂની બોટલ સાથે રીક્ષા ચાલકને ઝડપી લીધો હતો.

છત્તર નજીક બનાવાયેલી પોલીસ ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ દરમિયાન ટંકારા પોલીસે GJ-03-BU-3295 નંબરની રીક્ષા અટકાવી તલાસી લેતા સીએનજી રીક્ષાના ચાલક આરોપી પરીમલ ત્રીભોવનભાઇ સોલંકી રહે- અવધના ઢાળીયે કાલાવાડ રોડ આંબેડકરનગર રાજકોટ વાળાના રીક્ષાની સીટના પાછલા ભાગેથી ભારતીય બનાવટની ઈગ્લીસ દારૂની 48 બોટલ કિંમત રૂપિયા 14,400 મળી આવતા પોલીસે 70 હજારની રીક્ષા સહીત કુલ રૂપિયા 84,400નો મુદામાલ કબ્જે કરી રીક્ષા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW