મોરબી ઓટો મોબાઈલ એસોશીએશન દ્વારા દર વર્ષે શરદ પુનમ નિમિતે એસોશીએશન સાથે જોડાયેલા સભ્યોના પરિવાર માટે શરદોત્સવનું આયોજન કરાયું હતું આ રાસોત્સવમાં 8 વર્ષ 13 વર્ષ તેમજ 13 વર્ષથી વધુ એમ અલગ અલગ કેટેગરીનું આયોજન કરાયું હતું અલગ અલગ કેટેગરીના રાસોત્સવ તેમજ વેલ ડ્રેસ કોમ્પિટિશનના વિજેતાઓને રાજકોટના મેટોડા ખાતેની સિલ્વર બેટરી દ્વારા ઇનામ આપવામાં આવ્યા હતા રાસોત્સવ દરમિયાન ખેલૈયા માટે ભોજનની સાથે સાથે પાણીપૂરી ની વ્યવસ્થા કરવામાં આવી હતી સમગ્ર રાસોત્સવનું સંચાલન એસોશીએશન પ્રમુખ ત્રિભોવનભાઈ લીખીયા અને કેતનભાઈ મહેતા એ કર્યું હતું

