મોરબીમાં 30 ઓક્ટોબર 2022 ના રોજ ઘટેલી ઝુલતા પુલ દુર્ઘટનામાં 135 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા જીવ ગુમાવનારાઓમાં મોટા ભાગના ગરીબ અને મધ્ય વર્ગીય પરિવારના સંતાન તેમજ કમાનાર વ્યક્તિઓ ગુમાવ્યા હતા મોરબી માં આવા જ એક પરિવારે પોતાનો વ્હાલ સોયા બાળકને ગુમાવ્યો છે. મોરબીના સિપાઈ વાસમાં રહેતા સબાનાબેન પઠાણે તેમનો 19 વર્ષીય પુત્ર અલ્ફાઝ ખાન હફીઝુલ્લા ખાન પઠાણ ગુમાવ્યો હતો મૃતક યુવક કપડાની દુકાનમાં કામ કરતો હતો અને પિતાના અવસાન બાદ પરિવારને કમાઈને મદદરૂપ બનતો હતો. આ દુર્ઘટનાએ તેમનો દીકરો છીનવી લીધો હતો આ ઘટનાને આજે એક વર્ષ થયું પરંતુ માતાની આંખ આજે પણ તેના વ્હાલ સોયા દીકરાને યાદ કરીને ચોધાર આંસુએ રડી પડે છે પુત્ર ગુમાવ્યા નું દુ:ખ છે તો તેના હ્ર્ધ્યમાં આજે પણ પુત્ર ને ન્યાય અપાવવાની ખ્વાહીશ જીવે છે પોતાના પુત્રની સાથે સાથે અનેક માતાના દીકરા કોઈના પતિ પત્ની માબાપને કમોતે મારનાર લોકોને સજા અપાવવા માંગે છે અને સબનાબેન પઠાણ બીજા 112 જેટલા પરિવારની સાથે રહી એક તરફ કાયદાની લડાઈ લડી રહી છે તો બીજી તરફ આસ્થા પણ છે કે જ્યાં સુધી તેના બાળકને મોતને ઘાટ ઉતારનારને સખતમા સખ્ત સજા નહી મળે ત્યાં સુધી પગમાં ચપ્પલ નહી પહેરે મૃતક માતાની ઈચ્છા તેના બાળકને ન્યાય અપાવવાની છે અને તેના કારણે છેલ્લા એક વર્ષથી ટાઢ તડકા કે વરસાદ તમામ પરિસ્થિતિમાં ઉધાડા પગે જ્યાં પણ જાય છે.અને જ્યાં સુધી તેમને ન્યાય નહી મળે ત્યાં સુધી ચપ્પલ ન પહેરાવવાની તૈયારી પણ દાખવી છે બીજા પણ કેટલાય પરિવાર એવા છે જે તેના સંતાનના કે સ્વજનના આત્માની શાંતિ માટે દુર્ઘટનામાં જે પણ જવાબદાર હોય તેમણે સજા મળે તેવા પ્રયાસ કરી રહ્યા છે

