HomeGujaratમોરબીમાં યુવક સાથે 35 લાખ રૂપિયાની ઓનલાઇન છેતરપિંડી

મોરબીમાં યુવક સાથે 35 લાખ રૂપિયાની ઓનલાઇન છેતરપિંડી

એક બાજુ સરકાર ડીજીટલ ઈન્ડિયા પર ભાર મુકી રહી છે ને બીજી બાજુ કુદકેનેભૂસકે સાયબર ક્રાઈમનું પ્રમાણ પણ ખુબ વધી ગયું છે.અવારનવાર ઓનલાઈન છેતરપીડીના બનાવ સામે આવતા હોય છે ત્યારે મોરબીમાંથી પણ 35 લાખ જેવડી માતબર રકમની ઓનલાઈન છેતરપીંડીનો બનાવ સામે આવ્યો છે.મોરબીના રવાપર ગામ ૩૦૩, શુભ પેલેસ ઉમીયાનગર સોસાયટીમાં રહેતા આશિષભાઈ નરસિંહભાઇ સીતાપરા કે જેઓ વિકોન સિરામિકમાં ભાગીદાર છે.વીકોન સિરામિકનુ એચ.ડી.એફ.સી.બેંક મોરબી બ્રાન્ચમાં કરન્ટ એકાઉન્ટ તથા સી.સી. એકાઉન્ટ હોય જે એકાઉન્ટમાંથી ત્રણ અલગ અલગ એકાઉન્ટમાં કુલ 35 લાખની રકમ ટ્રાન્સફર કરી આશિષભાઈની જાણ બહાર કોઇપણ રીતે ઇલેકટ્રોનીક માધ્યમથી કે નેટબેકીંગ પાસવર્ડનો ઉપયોગ કરી કુલ રૂપીયા ૩૫૦૦૦૦૦/- ઓનલાઇન ફ્રોડ કરી મેળવી લીધા હતા.આ બનાવ અંગે ભોગ બનનાર આશિષભાઈએ આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW