HomeGujaratમોરબીની શ્રી પાટીદાર નવરાત્રિની ટીમે બે સેવાકીય સંસ્થાને કરી રૂ.૧૦.૬૨ લાખની આર્થિક સહાય

મોરબીની શ્રી પાટીદાર નવરાત્રિની ટીમે બે સેવાકીય સંસ્થાને કરી રૂ.૧૦.૬૨ લાખની આર્થિક સહાય

ગુજરાત અને ગરબા એ બન્ને એક સિક્કાની બે બાજુ છે તેમ કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી કેમ કે, નવરાત્રી નજીક આવે એટલે ગરબા યાદ આવે અને ગરબા યાદ આવે એટલે અચૂક ગુજરાત પણ યાદ આવે જ છે છેલ્લા નવ દિવસમાં નવરાત્રી દરમ્યાન ખેલૈયાઑ પરિવારજનો અને મિત્રોની સાથે મનભરીને ગરબે ઘૂમયા છે ત્યારે મોરબીના રવાપર ગામ પાસે આવેલ એસપી રોડે શ્રી પાટીદાર નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું અને આયોજકોની ટીમે પહેલાથી જ જાહેર કર્યું હતું કે, આ નવરાત્રિ કમાણી માટે નહિ પરંતુ સેવાના ભાવ સાથે કરવામાં આવી રહી છે ત્યારે છેલ્લા નવ દિવસમાં જે ખેલૈયાઑ રમવા માટે આવ્યા તેમજ સ્પોન્સરો તરફથી જે પણ આર્થિક સહયોગ મળ્યો તેના થકી જે આવક થઈ હતી તેમાંથી રૂ ૮.૫૧ લાખ રૂપિયા કર્તવ્ય જીવદયા કેન્દ્ર મોરબીને આપવામાં આવેલ છે અને રૂ.૨.૧૧ લાખ રવાપર ગામ પાસે આવેલ માધવ ગૌશાળામાં આપવામાં આવેલ છે આમ શ્રી પાટીદાર નવરાત્રિ મહોત્સવની ટીમે જુદીજુદી બે સેવાકીય સંસ્થાઓને રૂ.૧૦.૬૨ લાખની આર્થિક મદદ કરેલ છે અને આ આયોજકો દ્વારા ગરબે રમવા માટે આવેલા ખેલૈયાઓ માટે જે વ્યવસ્થા કરી હતી તેની ખેલૈયાઓ દ્વારા ભારોભાર પ્રસંશા કરવામાં આવી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW