HomeGujaratમોરબીમાં ફુડ એન્ડ ડ્રગ વિભાગે 14 સ્થળેથી ઘી,તેલ અને ફરસાણ સહિતની 23...

મોરબીમાં ફુડ એન્ડ ડ્રગ વિભાગે 14 સ્થળેથી ઘી,તેલ અને ફરસાણ સહિતની 23 વસ્તુઓના નમૂના લીધા 

નવરાત્રી પર્વ પૂર્ણ થયું આજે દશેરા પર્વની ઉજવણી થઈ રહી છે.આજના દિવસે લોકો મોટી સંખ્યામાં ફાફડા જલેબી, ગળ્યા સાટા સહિતની ચીજ વસ્તુઓની ખરીદી કરી તેનો આનંદ લેતા હોય છે જોકે કેટલાક ભેળસેળિયા તત્વો આવા સમયનો લાભ લઇ હલકી ગુણવત્તાની વસ્તુઓ વેચતા હોય છે ત્યારે આ તહેવાર ને ધ્યાને લઇ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગે મોરબી શહેર તેમજ અલગ અલગ સ્થળોએથી કુલ૨૩ જેટલી ખાદ્ય પદાર્થો અને તેને બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતી વસ્તુઓના નમૂના એકઠા કર્યા હતા લેવાયેલ નમૂનાઓમાં  હેરિટેજ બ્રાન્ડનું ઘી,પારસ બ્રાન્ડ નું ઘી,લુઝ ઘી,ટોપરા પાક, ચોળાફળી, સાટા,મકાઈ તેલ, રિયલ નમકીન, બિકાનેર સેવ,કેસર પેંડા, વાય વાય મામાં વેજ ભજીયા ,સીંગતેલ,કપાસિયા તેલ, જલેબી, ફાફડા, ગુડ લાઇફ મિક્ષ ડ્રાઈ ફ્રૂટ, મહાપ્રભુજી ગોળ સહિતના ૨૩ જેટલા વસ્તુઓના નમૂના લેવાયા હતા. હવે આ તમામ નમૂના ટેસ્ટિંગ માટે વડોદરા લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે.જોકે આ નમૂનાનો જ્યાં સુધીના રિપોર્ટ આવશે ત્યાં સુધીમાં તો દિવાળી પર્વ પણ પૂરો થઈ જશે અને અનેક લોકોના પેટમાં બીમાર કરે તેવી વસ્તુ પહોચી જશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW