HomeGujaratહળવદ રેન્જમાં આવેલા કચ્છના નાના રણમાં અગરિયા સાથે દૂર વ્યવહાર વન વિભાગના...

હળવદ રેન્જમાં આવેલા કચ્છના નાના રણમાં અગરિયા સાથે દૂર વ્યવહાર વન વિભાગના અધિકારીએ કર્યો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

કચ્છના નાના રણમાં પરંપરાગત રીતે અગરિયાઓ મીઠું પકવીને રોજગારી મેળવે છે ત્યારે હાલમાં અગરિયાઓને અગર કાર્ડ હોય તો જ રણમાં પ્રવેશ મુદ્દે અવારનવાર વન વિભાગ તેમજ એસઆરપી જવાનો સાથે અગરિયાઓને ઘર્ષણ થવાના સમાચારો સામે આવતા હોય છે ત્યારે હળવદ રેન્જના એન્જાર પાસે એસ.આર.પી જવાનો ટુકડી તેમજ વન વિભાગના અધિકારીઓ દ્વારા અગરિયાઓને ગાળો આપી લાત મારવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ત્યારે આ વિડીયો વાયરલ થતાં અગરિયાઓમાં ભારોભાર રોષ પણ જોવા મળી રહ્યો છે.કચ્છના રણમાં અગરિયાઓના આ વીડિયોમાં સ્પષ્ટ કહેતા સંભળાઈ રહ્યા છે કે એક વખત માફ કરી દો ફરી વખત આવી ભૂલ નહીં કરે પરંતુ નિંભર વન વિભાગના અધિકારીઓ તેમજ એસઆરપી જવાનોએ બિભત્સ ગાળો આપવાનું ચાલુ રાખ્યું હતું જેથી કરીને હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ વિડીયો અંગે હળવદ રેન્જ ફોરેસ્ટના આરએફઓ કે એમ ત્રમટા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે અમે કોઈ પણ પ્રકારની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી નથી અને અગરિયાએ પોતાની ભૂલ સ્વીકારી હતી. જોકે અગરિયાએ કેવી ભૂલ સ્વીકારી છે. પરંતુ બિભત્સ ગાળો દેતા હોવાનો વિડીયો હાલ રણ વિસ્તારોમાં અગરિયાઓમાં ચર્ચા પદ બન્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW