HomeGujaratમોરબીમાં ખનીજ ચોર પર બે જિલ્લાની ખનીજ વિભાગની ટીમ ત્રાટકી, ત્રણ ટ્રક...

મોરબીમાં ખનીજ ચોર પર બે જિલ્લાની ખનીજ વિભાગની ટીમ ત્રાટકી, ત્રણ ટ્રક જપ્ત  

મોરબી ખાણ ખનીજ વિભાગ અને રાજકોટ ખાણ ખનીજ વિભાગની ફ્લાઈંગ સ્ક્વોડની ટીમ રેતી માટી અને ફાયર ક્લેની ખનીજ ચોરી મામલે ત્રણ ટ્રક ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરી આકરો દંડ ફટકારવા તજવીજ હાથ ધરી છે.

ખાણ ખનીજ વિભાગ મોરબી અને રાજકોટ ખાણ ખનીજ વિભાગની ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા છેલ્લા અઠવાડિયામાં ખનીજચોરો વિરુદ્ધ સતત કાર્યવાહી ચાલુ રાખવામાં આવી હતી જેમાં મોરબીના રંગપર નજીકથી ખાણ ખનીજ વિભાગ મોરબી દ્વારા જીજે-13-એએક્સ-2031 નંબરની ટ્રકમાં ફાયર ક્લેની ખનીજ ચોરી ઝડપી લેવામાં આવી હતી આ સાથે જ મોરબીના મકનસર ગામ પાસે ખનીજ વિભાગે વોચ ગોઠવી ટ્રક નંબર જીજે -36-વી – 4864ના ચાલકને ફાયર ક્લેની ચોરી સબબ ઝડપી લઈ તાલુકા પોલીસ મથકને હવાલે કરી દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત ટીંબડી ગામના પાટીયા નજીકથી જીજે-10-ટીવાય-5004 નંબરના ટ્રકને રાજકોટ ખાણ ખનીજ ફ્લાઈંગ સ્ક્વોડે રેતીની ખનીજ ચોરી કરનાર ટ્રક ચાલક વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW