મોરબી જિલ્લામાં દારૂ બંધીના દાવા વચ્ચે દારૂના વેચાણમાં સતત વધારો થઈ રહ્યો છે.સગીર વયના બાળકોથી લઈ યુવાનોને લત લાગાડવા બુટેલગરો અવનવા કિમિયા અજમાવી રહ્યા છે અને પોલીસ મુક પ્રેક્ષક બની તમાસો જોઇ રહે છે અને માત્ર આંગળીના વેઢે ગણાય તેટલા કેશ કરી પોતાની પીઠ પંપાળવા લાગે છે
મોરબીમાં દેશી દારૂનું દુષણ એટલી હદે વધ્યું છે કે દારૂ વેચાણ બંધ કરાવવા ખુદ મહિલાઓને રજુઆત કરવા એસપી સુધી દોડવું પડે છે. ગઈ કાલે જીવરાજ પાર્ક વિસ્તારની મહિલાએ એસપીને કરેલી રજૂઆત બાદ પોલીસની જાણે આખ ખુલી હોય તેમ અચાનક દરોડા પાડવા દોડી હતી અને દીનેશ મગનભાઇ સોલંકી રહે મફતિયા પરા સાયન્સ કોલેજ પાછળ ભડીયાદ રોડ વિસ્તારમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી એ પહોંચી હતી
જ્યાં દીનેશ દેશી દારૂ બનાવવાનો આથો ગાળી ભઠ્ઠી ચલાવતા હોવાથી દેશીદારૂ બનાવતા રેઇડ દરમ્યાન 560 લીટર આથો ,30 લીટર દેશી દારૂ 1000, દેશીદારૂ આશરે લિટર-30 કિમત રૂપિયા 600, ભઠ્ઠીના સાધનો ગેસનો બાટલો નંગ-1 કિમત રૂપિયા 1000, ગેસનો ચુલો રેગ્યુલેટર નળી સાથે નંગ-1 કિમત રૂપિયા 300,ટીનનું ટોપીયુ, પતરાનું બેરલ સ્ટીલની થાળીમાં ભુંગળી ફીટ કરેલ કિમત રૂપિયા 50 સહિત કુલ રૂપિયા 3,470ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો અને તેની ઘરપકડ કરી કાયદેસર કાર્યવાહિ હતી.બનાવ અંગે મોરબી બી ડીવીઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

