HomeGujaratમોરબીના લાલપરમાં બોથડ પદાર્થના ઘા ઝીકી યુવકની હત્યા

મોરબીના લાલપરમાં બોથડ પદાર્થના ઘા ઝીકી યુવકની હત્યા

મોરબી તાલુકાના લાલપર ગામ પાસે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પાછળના ભાગે આવેલા ખુલ્લા મેદાનમાં ગુરુવારે રાતના સમયે એક અજાણ્યા યુવકની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી ઘટનાની જાણ થતા મોરબી તાલુકા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહનો કબજો મેળવી પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. મૃતદેહ પોસ્ટ મોર્ટમ બાદ યુવકની બોથડ પદાર્થના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવતા પોલીસે સૌ પ્રથમ મૃતક યુવકની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી હતી પોલીસ તપાસ દરમિયાન મૃતકનું નામ બાબુભાઇ ઉર્ફે બાલુ નાનાભાઇ ખાંટ ઠાકોર ઉંમર આશરે ૨૫ વર્ષ રહે. મસાદરા, તા.માલપુર જી.અરવલ્લીનો વતની હોય મોરબીના સિરામિક કારખાના વિસ્તારમાં રખડતો-ભટકતો હોય અને કાગળ વિણવાનુ કામ કરતો હોવાનું સામે આવ્યું હતું વધુમાં પોલીસની પ્રાથમિક તપાસમાં કોઈ અજાણ્યા શખ્સે બાબુભાઇ ઉર્ફે બાલુના મોઢામાં જમણી બાજુ તથા કપાળ તથા નેણ ઉપર બોથર્ડ પદાર્થથી માર મારી ગંભીર ઇજા કરી હત્યા નીપજાવી હોવાનું સામે આવતા મૃતકના કૌટુંબિક કનુભાઇ સુરમાભાઇ ખાટએ અજાણ્યા શખ્સ વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી અને તેના આધારે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW