HomeGujaratમોરબીના જીવરાજ પાર્ક વિસ્તારમાં દેશી દારૂનું દુષણથી ત્રાસેલી મહિલા SPકચેરીએ પહોચી,કાર્યવાહી કરવા...

મોરબીના જીવરાજ પાર્ક વિસ્તારમાં દેશી દારૂનું દુષણથી ત્રાસેલી મહિલા SPકચેરીએ પહોચી,કાર્યવાહી કરવા માંગ

મોરબી જિલ્લાના મોટા ભાગના વિસ્તારમાં દારૂનું દુષણ ઘર કરી ગયું છે. સગીરથી લઇ નવ યુવક અને આધેડ સહિતના લોકોને દારૂના દુષણમાં ધકેલવાના પ્રયાસો ચાલી રહ્યા હોય તેમ ઠેર ઠેર દારૂ વેચાઈ રહ્યા છે ખાસ કરીને મોરબી જિલ્લાના અનુસુચિત જાતી તેમજ સમાજિક શૈક્ષણિક પછાત  વિસ્તારમાં દેશી દારૂના દુષણે તમામ હદ વટાવી દીધી છે દલિત સમાજના વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યા છે આ બાબતે કોઈ રજૂઆત કરે તો દારૂ વેચનાર સુધી તેની ખબર પડી જાય છે અને તેને દબાવવા માં આવતા હોવાની પણ ફરિયાદ મળી છે 

જોકે આવી એક ફરિયાદ મોરબી બી ડીવીઝન પોલીસ વિસ્તારમાં આવેલા જવાહર ગ્રામ પંચાયતના જીવરાજ પાર્ક અને આસપાસના અનુસુચિત જાતિ વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષોથી દારૂનું દુષણ મોટા પાયે વધી ગયું છે આસપાસ દારૂનું વેચાણ થતા હોવાથી આ વિસ્તારમાં રહેતા સામાન્ય લોકોને રહેવું મુશ્કેલ થઇ પડ્યું છે સવાર અને સાંજ અહી દારૂ પીને બેફામ વાણી વિલાસ સ્થાનિકોને હેરાન ગતિ થઇ રહી છે તો બીજી તરફ દેશી દારૂના વેચાણ કરતા તત્વો પણ આસપાસ વિસ્તારમાં રહેતા લોકો સાથે દાદાગીરી કરતા હોવાની પણ ફરિયાદ ઉઠી છે ત્યારે 

આ બાબતને લઇ જવાહર સોસાયટીની મહિલાઓ આજે જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપવા પહોચી ગયા હતા અને તેમના વિસ્તારમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW