HomeGujaratવાંકાનેરમાં યુવાન પર છ શખ્સોએ પાઈપ અને ધોકા વડે કર્યો...

વાંકાનેરમાં યુવાન પર છ શખ્સોએ પાઈપ અને ધોકા વડે કર્યો હુમલો

આણંદપરા પાડધરા રોડ આદેશ પટેલ બેલાની ખાણ પાસે રોડ પર યુવકના ભાણેજને બે દિવસ પહેલા એક શખ્સ સાથે ઝઘડો થયેલ હોય જે વાતનું મનદુઃખ રાખી યુવક જ્યારે કાર લઈને જતો હતો ત્યારે કાર પર પથ્થર મારો કરી કાર રોકી યુવકને છ શખ્સોએ લોખંડના પાઇપ વડે મારમાર્યો હતો. આ બનાવ અંગે ભોગ બનનાર યુવકે આરોપીઓ વિરુદ્ધ વાકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી.

રાજકોટના કોઠારિયા રોડ હુડકો ક્વાર્ટર-સી પાછળ મણીનગર સોસાયટીમાં રહેતા લાલાભાઈ રામભાઈ શરૂ,ઉ.વ.૩૫ એ આરોપી મેહુલ સરવૈયા તથા દિનેશ સરવૈયા રહે. બંને સુંદરીભવાની તા.હળવદ વાળા સાથે ચાર અજાણ્યા ઈસમો વિરૂદ્ધ વાકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે તા.11-10-2023 ના રોજ સાંજના 6 વાગ્યાના અરસામાં ફરીયાદીના ભાણેજને બે દિવસ પહેલા આરોપી મેહુલ સરવૈયા સાથે બોલાચાલી ઝઘડો થયેલ હોઇ તેનું મનદુઃખ રાખી ફરીયાદી પોતાની કાર લઇને જતા હતા તે દરમ્યાન અજાણ્યા મોટર સાયકલ ચાલકે મોટર સાયકલ રસ્તામાં આડુ રાખીને લાલાભાઈની કાર રોકાવેલ અને આરોપી મેહુલ સરવૈયાએ રોડ પરથી આવી ફરીયાદીની કાર પર પથ્તરનો ઘા કરી કારનો કાચ તોડી ફરીયાદીને માથામાં ઇજા પહોચાડેલ અને મોટરસાયકલ ચાલક તથા આરોપી મેહુલ બંને જણાએ ભેગા મળી ફરીયાદીની ગાડી પર પત્થરના ઘા કરી કારને નુકશાન કરેલ અને ફરીયાદી ગાડીની બહાર નીકળેલ બાદ થોડી વારમાં આરોપી દિનેશ સરવૈયા તથા બીજા ત્રણ ઇસમો મોટર સાયકલ લઇને લોખંડના પાઇપ લઇને આવેલ અને આરોપી મેહુલ તથા દિનેશ બંને જણાએ ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદીને આડેધળ પાઇપ વડે મારવા લાગેલ અને આરોપી દિનેશે ફરીયાદીને માથામાં લોખંડના પાઇપનો ઘા મારેલ તેમજ આરોપી મેહુલે ડાબા હાથમાં લોખંડના પાઇપના ઘા મારેલ અને સાથેના અજાણ્યા ઇસમોએ ફરીયાદીને ઢીકા પાટુનો મારેલ હોઇ આરોપીઓએ ગુનામાં એકબીજાની મદદગારી કરી ફરીયાદીને માથામાં તથા જમણા હાથમાં ગંભીર ઇજા તેમજ શરીરે ઢીકા પાટુનો માર મારી મુંઢ ઇજા તેમજ ડાબા હાથમાં ફેક્ચર જેવી ગંભીર ઇજા પહોંચાડી તેમજ લાલાભાઈની ફોરવ્હીલ કારમાં નુકશાન પહોંચાડ્યું હતું. જેથી આ બનાવ અંગે ભોગ બનનાર ફરીયાદીએ આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW