મોરબીના લાલપર ગામ પાસે આવેલ પ્રિયા ગોલ્ડ સિરામિક નામની ફેક્ટરીમાંથી પોલીસે એક શખ્સને ગાંજા સાથે ઝડપી લીધો હતો આરોપી પાસેથી ૧૫૪ ગ્રામ ગાંજો જપ્ત કરી તેના વિરૂદ્ધ તાલુકા પોલીસ મથકમાં ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મોરબી વાંકાનેર નેશનલ હાઇવે લાલ પર ગામની હદમાં આવેલા પ્રિયા ગોલ્ડ સિરામિક નામની ફેકટરીમાં કામ કરતા અને લેબર કવાર્ટરમાં રહેતો શખ્સ ગાંજા નો જથ્થો છુપાવેલા હોવાની બાતમી આધારે તાલુકા પોલીસે દરોડો પાડયો હતો અને મૂળ ઉતર પ્રદેશના સીતાપુર જિલ્લાના વતની કુલદીપ કેસરબક્ષ વર્માને ઝડપી લીધો હતો.અને તેની પાસેથી ૧૫૪ ગ્રામ ગાંજો જપ્ત કર્યો હતો અને તેના વિરુદધ નાર્કોટિક્સ એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાયૅવાહી હાથ ધરી હતી.

