મોરબી મુખ્ય પોસ્ટ ઓફિસમાં તા-૧૦/૧૦ /૨૩ ને મંગળવાર ના રોજ વિત્તિય સશક્તિકરણ દિવસ ઉજવાશે જેના અનુસંધાને પોસ્ટ ઓફિસના વિવિધ ખાતા ખોલવા માટે નાં મેગા કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે
૯ ઓક્ટોબર થી ૧૩ ઓક્ટોબર સુધી દેશભરમાં રાષ્ટ્રીય ટપાલ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે આ ઉજવણી નાં ભાગરૂપે આવતી કાલે એટલે કે તા 10 ના રોજ નાં મંગળવારના રોજ વિત્તિય સશક્તિકરણ દિવસની ઉજવણી મોરબી મેઈન પોસ્ટ ઓફિસ માં ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પોસ્ટ ઓફિસમાં સેવિંગ ખાતા, સુકન્યાનાં ખાતા, મહિલા સન્માન બચત પત્ર, ppf નાં ખાતા તેમજ પોસ્ટ ઓફિસની વિવિધ યોજનાઓનાં ખાતા ખોલવા માટે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પમાં ગ્રાહકો ને ફોર્મ પણ ભરી આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. મોરબી ની જાહેર જનતાને આ કેમ્પનો બહોળી સંખ્યામાં લાભ લેવા મોરબી એમડીજીના પોસ્ટમાસ્તર પરાગ ભાઈ વસંતએ જણાવ્યું છે

