હળવદ પોલીસ મથકમાં 24-12 2020ના રોજ પોલીસ ફરિયાદ નોધાઇ હતી જેમાં એક 11 વર્ષીય સગીરા બપોરના સમયે તેના ઘરે એકલી હતી તે વખતે એકલતાનો લાભ લઇ સાહીન સલીમભાઈ બોબડીયા નામના ધ્રાંગધ્રાના શખ્સે ઘરમાં પ્રવેશ કર્યો હતો અને સગીરા પર દુષ્કર્મના ઈરાદે ઘર પરાણે બાવડું પકડી તેના પર નિર્લજ હુમલો કરી તેણી સાથે જાતીય સતામણી કરી હતી આ દરમિયાન સગીરાની બહેને બુમા બુમ કરી મુક્ત આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને જોકે શખ્સ જેમ તેમ કરી ઘરેથી ભાગી ગયો હતો ઘટના બાદ સગીરાના માતા પિતા ઘરે આવતા સમગ્ર ઘટનાની જાણ થતા તેઓએ આરોપી વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી હળવદ પોલીસે ફરિયાદ આધારે ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરતા આરોપી સાહીનને ઝડપી લીધો હતો અને જેલ હવાલે કર્યા હતા પોલીસે તપાસ પૂર્ણ કરી કોર્ટમાં ચાર્જસીટ રજુ કર્યા બાદ કેસ સ્પેશ્યલ પોક્સો કેસમાં ચાલ્યો ગયો હતો જયારે 2 વર્ષ 8 મહિના અને 12 દિવસ સુધી સુનવણી ચાલી હતી જેમાં બન્ને પક્ષ તરફથી પોતાના પક્ષો રજુ કરવામાં આવ્યા હતા તો પોલીસ દ્વારા પણ જરૂરી પુરાવા સહિતની કામગીરી કરી હતી
આ કેસમાં એડીશનલ પબ્લિક પ્રોસીકયુટર એન ડી કારિયા દ્વાર દલીલ રજુ કરવામાં આવી હતી જેમાં જણાવાયું હતું કે ઘટના બન્યાના ના દિવસે પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી તેમજ ફ્તીમની ફરિયાદ ને સમર્થન આપતા નવ સાહેદોના મૌખિક પુરાવા ૬ દસ્તાવેજી પુરાવા રજુ કરવામાં આવ્યા હતા ભોગ બનનાર પણ સગીર વયની હોય તેમજ ઘરમાં એકલી હોય જેથી તેની એકલતાનો લાભ લેવા પ્રયાસ કર્યો હતો ભોગ બનનાર સગીરા એ પણ તેના નિવેદનમાં સમગ્ર ઘટનાનો ઉલ્લેખ કર્યો છે ઉલટ તપાસ માં પણ તેમાં કોઈ કોન્ટ્રા ડીકટ કરાયેલ નથી તેઓ દ્વારા તમામ પ્રકારના પુરાવા રજુ કર્યા છે સામે પક્ષે આરોપીએ તેની નીર્દોષ તા સાબિત થાય તેવા કોઈ મજબુત પુરાવા પણ રજુ કર્યા નથી જેથી પોલીસ તપાસમાં રજુ કરેલા પુરાવા અંગે પણ તેને કોઈ તકરાર ઉપસ્થિત કરી નથી તમામ પાસા તપાસી આરોપીને કડક સજા કરવા માગણી કરી હતી
સામે પક્ષે બચાવ પક્ષ દ્વારા આં દલીલોનો વિરોધ કરી જણાવ્યું હતું કે તેમના અસીલ દુકાન ભાડે રાખવાની વાત કરવાની હોવાથીત તેના પિતા સાથે વાતચીત કરવા ગયા હતા અને અગાઉથી તેઓ ફોન કરીને તેના ઘરે ગયા હતા ને તે વખતે તેઓ બહાર ન હોવાની વાત કરી ન હતી આરોપી ત્યાં કોઈ ગુનાના ઈરાદે ગયા ન હતા તેમના અસીલ વિરુદ્ધ અગાઉ પણ કોઈ ગુન્હો ન નોધાયા હોવાનું જણાવ્યું હતું ભોગ બનનારાના પિતા એ ઉલટ તપાસમાં સ્વીકારીયું હતું કે તેમના અસીલ મિત્ર થતા હોય તેઓએ આસપાસના લોકોએ કહેલી ઘટના આધારે ફરિયાદ કરી હોવાનું ઉલટ તપાસમાં જણાવેલ હોવાનો દાવો કર્યો હતો અસીલ મુસ્લિમ ધર્મના હોય જેથી તેઓ દુકાન ન રાખે તેવા આશયથી ખોટા કેસમાં ફસાવીદેવામાં આવ્યો હોવાનો બચાવ કરવામાં આવ્યો હતો અગાઉના સાહેદમાંથી બે સાહેદ હોરસેટાઈલ થયા હોય અને ગુન્હો સાબિત થતા ન થતો હોવાનું જણાવી સજા ન કરવા અપીલ કરી હતી
મોરબી સ્પેશ્યલ પોક્સો કોર્ટના જજ દિલીપ મહીડા દ્વારા બન્ને પક્ષની દલીલો તેમજ રજુ થયેલા પુરાવા અને સાક્ષીઓના આધારે આરોપી વિરુદ્ધ નોધાયેલ ફરિયાદમાં ગુન્હો સાબિત થતો હોવાનું જણાતા જજ દિલીપ મહીડા જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ બાબત અધિનિયમ 2012 કલમ 12 અંતર્ગત ત્રણ વર્ષની સખ્ત કેદ જયારે 5000 નો દંડ ફટકાર્યો હતો આ ઉપરાંત જો ગદંડ ન ભરે તો વધુ ત્રણ માસની સજા કરવા પણ હુકમ કર્યો હતો આ ઉપરાંત ભોગ બનનારને 50 હજારનું વળતર તેમજ દંડ પેટે આવેલ રકમ સહીત 58 હજારનું વળતર ચુકવવા જજ દિલીપ પી મહીડાએ આદેશ કર્યો હતો

