રાજ્યની વિવિધ આંગણવાડીમાં માનદ વેતનથી ફરજ બજાવતી વર્કરસાથે સરકાર જાણે આર્થિક શોષણ કરી રહી હોય તેવું ચિત્ર ઉપસ્યું છે કારણ કે એક તો ખુબ ઓછા પગાર હોવા છતાં તેમની પાસે અનેક ખર્ચ કરાવવામાં આવે છે અને તેનું બીલ પણ સમય સર ચુકાવતા નથી ત્યારે આ મુદે અગાઉ ગુજરાત આંગણવાડી કર્મચારી શોસીએશનનું જુનાગઢ ખાતે 26 જિલ્લાના 409 પ્રતિનિધિની મીટીંગ મળી હતી જેમાં ગ્રાન્ટના અભાવે તેઓને વિવિધ યોજનાની અમલવારી કરવામાં પડતી મુશ્કેલી અંગે ચર્ચા કરી હતી તેમજ અગાઉ સરકારના કુપોષણ અભિયાનને વેગવંતુ બનાવી તેને સફળ બનાવવા પ્રયાસ કરવા માટે ખુદ સરકારે પણ અભીનંદન આપ્યા હતા ઓછા પગારમાં પણ મહિલાઓએ પોતાના રૂપિયા ખર્ચી સારી કામગીરી કરી હતી હવે આટલો સમય થયો છતાં તેમના બીલ મંજુર કરવામાં ન આવતા તેઓ આર્થિક રીતે અગવડતા ભોગવતા હોય છે જેથી અલગ અલગ માંગણી મુદે રજૂઆત કરી હતી જેમાં તેમને આપવમાં આવતું વેતન 1 થી 10 તારીખ વચ્ચે ચુકવવા,નાસતા,બીલ, ગેસ, ફળ, તેમજ બાળકો કિશોરી અને સગર્ભાના પોષણ માટે ખર્ચ કરવામાં આવતી રકમનું સમયસર બીલ ચુકવવા બીલ ચૂકવણામાં થતા વિલંબને ધ્યાને લઇ એડવાન્સ ૬ હજાર આપવા,આંગણવાડી કર્મચારીને ગ્રેચ્યુટી અંગેનો કોર્ટના આદેશથી ઓથોરીટી હુકમ મેળવેલ છે પ્રાથમિક ધોરણે ગ્રેચ્યુટી ચુક્કવા માંગણી કરી છે

