HomeGujaratવાંકાનેરના વસુંધરા ગામ નજીક પ્રતિબંધિત વન વિસ્તારમાં પ્રવેશવાની ના પડતા વન કર્મી...

વાંકાનેરના વસુંધરા ગામ નજીક પ્રતિબંધિત વન વિસ્તારમાં પ્રવેશવાની ના પડતા વન કર્મી પર ત્રણ શખ્સનો હુમલો

વાંકાનેર તાલુકામાં ફોરેસ્ટર તરીકે ફરજ બજાવતા રાહુલભાઇ આયદાનભાઇ વાક વસુંધરા ગામ નજીક વનવિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન યોગેશભાઇ અમરશીભાઇ મકવાણા.જી.જે.-૧૩.એ.જે.-૮૬૮૫ નંબરનું બાઈક લઈને પ્રતિબંધીત વન્ય વિસ્તારમાં નિકળતા તેના મોટર સાયકલમાંની થેલી ચેક કરવાનું કહેતા આરોપી યોગેશે રાહુલભાઈને ગાળો આપી હતી ફરાર થઇ ગયો હતો થેલીમાં શંકાસ્પદ ચીજ લગતા વન કર્મી બીજા એક વ્યક્તિને સાથે રાખી આરોપીની વાડીએ તપાસ કરવા ગયા હતા જયા આરોપી યોગેશભાઇ અમરશીભાઇ મકવાણાએ કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી તેની પાસેની છરીથી યોગેશભાઈને ઇજા
પહોચાડી હતી મારામારી દરમીયાન વિરમભાઇ ગેલાભાઇ લાંબરીયા તથા વીહાભાઇ ગેલાભાઇ લાંબરીયા વાળા આવી જઇ અમારા માલઢોર કેમ પૂરી દીધેલ છે તેમ કહી કાંઠલો પકડી ધકો માર્યો હતો તો આરોપી વિહાભાઈને લાકડી વતી વાંસામાં, સાથળમાં શરીરે માર મારી તથા ખેંગારભાઇનો કાંઠલો પકડી યુનીફોર્મનું સોલ્ડર તોડી નાખી સરકારી નોકર ઉપર હુમલો કરી ફરાર થઈ ગયા હતા

સામે પક્ષે યોગેશભાઇ અમરશીભાઇ મકવાણાપોતાની વાડીએથી ગામમાં છાસ લેવા જતો હતો ત્યારે રસ્તા માં ફોરેસ્ટર રાહુલભાઇ વાંક ઢોર હકાવી જતા હોય ત્યારે ફરીયાદી ઉભા રહી જોતા હોય જેથી આ રાહુલભાઇ ને સારૂ નહી લાગતા ફરી ને ગાળોઆપી બોલાચાલી કરેલ જેનો ખાર રાખી રાહુલભાઇ તથા એક અજાણ્યોમાણસ ફરીયાદી ની વાડી એ આવી બોલાચાલી તેમજ ઝપાઝપી કરી અને ફરી. ને આ રાહુલભાઇ એ છરી ખંભાના ભાગે મારેલ તથાબીજા માણસે પગમાં મુંઢમાર મારી ગાળો આપી હતી આ અંગે યોગેશભાઈએ વન કર્મી રાહુલભાઈ અને અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી ફરિયાદ આધારે પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW