HomeGujaratમોરબી જિલ્લાના વધુ બે સરપંચ સસ્પેન્ડ,ફોજદારી કેસને ધ્યાને લઇ કાર્યવાહી

મોરબી જિલ્લાના વધુ બે સરપંચ સસ્પેન્ડ,ફોજદારી કેસને ધ્યાને લઇ કાર્યવાહી

મોરબી જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં સરપંચ તેમજ અન્ય હોદેદારો પર ફોજદારી કેસ થવાની સંખ્યા દિન પ્રતિ દિન વધી રહી છે. અને આ કેસને કારણે અલગ અલગ ગામના ઘણા સરપંચોને જિલ્લા વિકાસ અધિકારીની સુચનાથી સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે તાજેતરમાં હળવદ તાલુકાના રાણેકપર ગામના ઉપ સરપંચને પ્રોહીબીશન ગુનામાં સસ્પેન્ડ કર્યા બાદ આજે જિલ્લા વિકાસ અધિકારીની સુચનાથી તરઘરી ગામના સરપંચ સાગર અંબારામ ફૂલતરિયા તેમજ સરવડ ગામના સરપંચ નવનીતભાઈ શાંતિલાલ સરડવાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
તરઘરીના સરપંચ સાગર ફૂલતરીયા સામે મોરબી એ ડીવીઝન પોલીસ મથક વિસ્તારમાં આર્મ્સ એક્ટ અને ધાક ધમકી નો કેસ નોધાયો હતો જયારે સરવડ ગામના સરપંચ નવનીતભાઈ પર માળિયા મિયાણા પોલીસ મથકમાં મારામારી કરવાની ફરિયાદ નોધાયેલ હોવાનું સામે આવ્યું છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW