હળવદ તાલુકાના રાણેકપર ગામના ઉપસરપંચ નવઘણ ઉડેચાને તાલુકા વિકાસ અધિકારી દ્વારા તેનું સભ્યપદ પરથી દુર કરી દીધા છે. નવઘણ ઉડેચા સામે પ્રોહીબીશન એક્ટ હેઠળના કેસ થયા હતા અને આ કેસ સાબિત થઇ જતા તાલુકા વિકાસ અધિકારી મેહુલ સિંધવે દ્વારા તેમનું સભ્યપદ રદ કરતો ઓર્ડર કર્યો હતોભૂતકાળમાં રાણેકપર ગામના સીટીંગ સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત મુકવામાં આવી હતી અને તેમને પદ પરથી દુર કરવામાં આવ્યા બાદ તેઓ સરપંચ તરીકેનો કાર્યભાર સંભાળ્યા હતા જોકે હવે ટીડીઓના આદેશ બાદ તે પણ સભ્ય પદપરથી દુર થતા હવે ગામને ટૂંકા ગાળામાં જ વધુ એક વખત નવા સરપંચ મળશે

